<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

તુર્કીની સંસદ બની ‘રણમેદાન' : સાંસદો વચ્‍ચે ઢીશૂમ-ઢીશૂમ : લાત-મુક્કાની રમઝટ : બેને ઇજા

વિડિયો વાયરલ : એક મહિલા સાંસદ ‘ભપ્‍પ' થઇ ગયા

તુર્કી, તા.૧૭: વિશ્વના સૌથી શક્‍તિશાળી દેશ તુર્કિયેની સંસદમાં શુક્રવારે સાંસદો વચ્‍ચે ઘર્ષણ થયું હતું. શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્‍ચે જોરદાર લાતો અને મુક્કાબાજી થઈ હતી. આ મામલામાં ઘણા સાંસદો ઘાયલ થયા છે. આ ઝપાઝપી તુર્કીની સંસદમાં જેલમાં બંધ સાંસદ પર થયેલી ચર્ચા બાદ થઈ હતી. જેલમાં બંધ આ સાંસદ પાસેથી સંસદીય ઇમ્‍યુનિટી છીનવી લેવાની ચર્ચા ચાલી હતી. આ મામલે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાંસદ ગળહમાં બોલતી વખતે ભાવુક થઈ જાય છે. અન્‍ય ઘણા સાંસદો તેમની પાસે આવે છે. આ પછી એક સાંસદે સ્‍પીકરના માથા પર માર્યો. આ પછી બંને પક્ષે મારામારી શરૂ થઈ જાય છે.

જે સાંસદ પર પહેલા હુમલો થયો હતો તેનું નામ અહેમદ સિક છે. તેમના પર હુમલો કરનારાઓ રાષ્‍ટ્રપતિ એર્દોગનની પાર્ટીના સાંસદ છે. સિકે કહ્યું કે તેમની પાર્ટીના સાંસદને રાજકીય રીતે -ેરિત જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, સિકે સત્તામાં રહેલી પાર્ટીને આતંકવાદી સંગઠન ગણાવ્‍યું હતું. આ પછી એર્દોગનની પાર્ટી અને તુર્કસિહ વર્કર્સ પાર્ટીના સાંસદો વચ્‍ચે ઝપાઝપી થઈ હતી. આ લડાઈમાં એક મહિલા સાંસદ પડી ગયા. ઘાને કારણે તેને લોહી નીકળવા લાગ્‍યું.

આ કેસ બાદ તુર્કીની વિપક્ષી પાર્ટીના સાંસદ ઓઝગુર ઓઝેલે તેને શરમજનક ગણાવ્‍યું છે. તેમણે કહ્યું છે કે જ્‍યાં વાતચીત થવી જોઈતી હતી ત્‍યાં આજે લાતો અને મુક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. તે લોકોએ આજે મહિલાઓ પર હુમલો કર્યો હતો. સંસદના ફ્‌લોર પર લોહી હતું. આ ખૂબ જ શરમજનક છે. લગભગ અડધા કલાક સુધી ચાલેલી ઝપાઝપીમાં બે સાંસદો ઘાયલ થયા હતા.

વાસ્‍તવમાં, જાન્‍યુઆરીમાં નબળા સંસદીય સત્ર બાદ કેન અટલેને તેમની બેઠકથી વંચિત રાખવામાં આવ્‍યા હતા. તે ૨૦૨૨ માં વિવાદાસ્‍પદ ટ્રાયલ પછી ૧૮ વર્ષની જેલની સજા પામેલા સાત પ્રતિવાદીઓમાંનો એક છે.

(10:20 AM IST)