તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 17th August 2024
૫૦ લાખથી વધુની માહિતી છુપાવનારા આઇટીની રડારમાં : નોટીસો ફટકારાઇ
આગામી ૧ સપ્ટેમ્બથી નવો કાયદાને લીધે અધિકારીઓમાં દોડધામ શરૂ

મુંબઇ, તા.૧૭: આવકવેરા વિભાગના નવા કાયદા મુજબ હવેથી આવકવેરા અધિકારીઓ છેલ્લા પાંચ વર્ષ સુધીના કેસોજ રીઓપન કરી શકશે. નવો કાયદો ૧ સપ્ટેમ્બરથી લાગૂ પડી જશે. જેને ધ્યાને રાખી આવકવેરા અધિકારીઓએ નાણાકીય વર્ષ ર૦૧૧૭-૧૮ના જે કેસોમાં કરદાતાઓએ ૫૦ લાખથી વધુની આવક છુપાવી હોય તેમા રી-ઓપનની નોટીસ ફટકારવાની શરૂઆત કરી છે. સુરત-દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામા લોકોએ જમીનો વેચી હતી અને નવી મિલ્કતોની ખરીદી સહિતની મહિતી ડિપાર્ટમેન્ટથી છૂપાવી હતી તેઓને નોટીસનો સામનો કરવો પડશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં રજૂ કરેલા બજેટમાં આવકવેરા વિભાગના સેકશન ૧૪૮માં સુધારો જાહેર કર્યો છે. અગાઉના કાયદા મુજબ આવકવેરા વિભાગ દ્વારા સામાન્ય કેસોમાં પાછલા ૩ વર્ષોના અને જો કોઇ કરદાતાએ ૫૦ લાખ રૂપિયાથી વધુની આવક નહી બતાવી હોય તો તેના પાછલા સાત વર્ષ સુધીના કેસ પણ રી-ઓપન કરી શકતા હતા એટલે કે ૧૦ વર્ષ સુધીના કેસ રીઓપન કરી શકતા હતા. જોકે હવે સામાન્ય કેસોમા ૩ વર્ષ અને જો ૫૦ લાખની આવક છુપાવી હોયતો તેના પાછલા ર વર્ષના કેસજ રી-ઓપન કરી શકાશે. નવા કાયદામાં કેસ રીઓપન કરવાનો સમય પાંચ વર્ષ સુધીનો જ કરવામાં આવ્યો છે. નવો કાયદો ૧ સપ્ટેમ્બરથી લાગૂ થઇ જશે ત્યારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના કેસો રી-ઓપન કરી શકાશે નહી. તેથી અધિકારીઓ દ્વારા ૫૦ લાખથી વધુની આવક રિટર્નમાં બતાવવામાં આવી ન હોય તેવા કેસ રીઓપન કરવામાં આવી રહ્યા છે. જેનો જવાબ કરતાદાઓને નાણાકીય વર્ષ ૨૦રપ-ર૬ના માર્ચ સુધી આપી શકસે, જો આવકવેરા વિભાગને કરદાતાએ ખોટી માહિતી આપી છે તેવુ લાગશે તો તેમની પાસે વ્યાજ અને પેનલ્ટી સાથે ટેક્સની વસૂલાત થશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં કરદાતાઓને નોટીસો મળી રહી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
