News of Saturday, 17th August 2024
ગુરુગ્રામના એમ્બિયન્સ મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ખાલી કરાવ્યું; સુરક્ષા અધિકારીઓમાં ખળભળાટ
મોલ મેનેજમેન્ટને ધમકીભર્યો ઈ-મેલ આવ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીને જાણ કરાઈ :બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તપાસમાં જોતરાઈ

ગુરુગ્રામ. DLF ફેઝ 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એમ્બિયન્સ મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શનિવારે સવારે 10:30 વાગ્યે મોલ મેનેજમેન્ટને આ અંગે ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ સ્ટેશન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડની ટીમ તપાસ માટે મોલમાં પહોંચી હતી.
અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ડીએલએફ ફેઝ 3 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનું કહેવું છે કે બોમ્બની ધમકી મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી. તપાસ કરવામાં આવી છે, હજુ સુધી આવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ પ્રકારના ઈમેલ દેશભરના મોલમાં મોકલવામાં આવ્યા છે
મામલાની તપાસ ચાલી રહી છે. ઈમેલ ક્યાંથી અને શા માટે મોકલવામાં આવ્યો હતો તે ટૂંક સમયમાં જ જાણવા મળશે. હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બે મહિના પહેલા ગુરુગ્રામની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
