News of Saturday, 17th August 2024
બુલીયન માર્કેટમાં તેજી : સોનામાં ૧૦૦૦ રૂા. અને ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઉછાળો
સોનાના ભાવ વધીને ૭૩૭૦૦ અને ચાંદીના ભાવ ૮૪પ૦૦ રૂા.થયા

રાજકોટ, તા., ૧૭: બુલીયન માર્કેટમાં ગત મોડી રાત્રે ફરી તેજી જોવા મળી હતી. સોનામાં ૧૦ ગ્રામે ૧૦૦૦ રૂા. અને ચાંદીમાં ર૦૦૦ રૂા.નો વધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ગત મોડી રાત્રે સોનામાં ૧૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો .સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૭ર૭૦૦ રૂા. હતા તે વધીને ૭૩૭૦૦ રૂપીયા થયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૧૦,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૭,ર૭,૦૦૦ રૂપીયા હતા તે વધીને ૭,૩૭,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂપીયા વધ્યા હતા. ચાંદી ચોરસા (૧કિલો)ના ભાવ ૮ર,પ૦૦ રૂપીયા હતા તે વધીને ૮૪,પ૦૦ રૂપીયા થયા હતા.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
