<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

આંધ્રપ્રદેશમાં પાંચ રૂપિયામાં ભોજન આપતી ૧૦૦ અન્ના કેન્‍ટીન શરૂ થઈ

હૈદ્રાબાદ, તા.૧૭: આંધ્રપ્રદેશમાં માત્ર પાંચ રૂપિયામાં ભોજન આપતી ૧૦૦ અન્ના કૅન્‍ટીન સ્‍વાતંત્ર્યદિને ફરી શરૂ કરી દેવામાં આવી છે. ૨૦૧૪થી ૨૦૧૯ વચ્‍ચે મુખ્‍ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુની સરકારે આવી ૨૦૩ કૅન્‍ટીન શરૂ કરી હતી, પણ ૨૦૧૯માં આંધ્રપ્રદેશમાં સત્તાપરિવર્તન બાદ જગન મોહન રેડ્ડીની સરકારે એ બંધ કરી દીધી હતી. ગુડીવડા ખાતે અન્ના કૅન્‍ટીનની શરૂઆત કરતાં ચંદ્રાબાબુ નાયડુએ ભોજન ગ્રહણ કર્યા બાદ કહ્યું હતું કે ‘ગરીબોનું પેટ ભરવું એનાથી વધુ સંતોષજનક વાત બીજી કઈ હોઈ શકે? આ કૅન્‍ટીનો હવે કાયમી સ્‍વરૂપે રહેશે. તમામ ૨૦૩ કૅન્‍ટીન શરૂ કરવામાં આવશે, પણ પહેલા તબક્કામાં ૧૦૦ કૅન્‍ટીન શરૂ થઈ છે.'

(2:52 PM IST)