<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ઉદયપુરમાં છરાબાજીની ઘટના બાદ આરોપીના ઘર પર બુલડોઝર ચલાવાયું

જે ઘર તોડવામાં આવ્યું તે આરોપીના સાળાનું છે. જ્યાં આરોપીનો પરિવાર ભાડે રહેતો હતો.: અગાઉ નોટિસ આપેલી હતી

ઉદયપુરમાં થયેલી છરાબાજીની ઘટના બાદ પ્રશાસને આજે બુલડોઝર વડે આરોપીના ઘરને તોડી પાડ્યું છે. આરોપીના ઘરને તોડતા પહેલા ટીમે ઘરનો તમામ સામાન ઉઠાવી લીધો હતો. અગાઉ મહાનગરપાલિકા અને વન વિભાગે નોટિસ આપી હતી.

   એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઘર તોડવામાં આવ્યું તે આરોપીના સાળાનું છે. જ્યાં આરોપીનો પરિવાર ભાડે રહેતો હતો. કોલોનીના રહીશો અને મકાન તોડવા આવેલા અધિકારીઓ વચ્ચે નજીવી તકરાર થઈ હતી.

(8:28 PM IST)