News of Saturday, 17th August 2024
કોલકાતા ડોક્ટર મર્ડર બાદ જાગી બંગાળ સરકાર : મહિલાઓની સુરક્ષા માટે નવા નિયમો બનાવ્યા
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મહિલાઓની સુરક્ષા માટે નવા પગલા લીધા:ડ્યુટી ટાઈમથી લઈને મહિલા ડોક્ટરોની સુરક્ષા માટે નવા નિયમો બનાવાયા

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણા રાજ્યોમાં ડોક્ટરો હડતાળ પર છે. હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મહિલાઓની સુરક્ષા માટે નવા પગલા લીધા છે. જેમાં ડ્યુટી ટાઈમથી લઈને મહિલા ડોક્ટરોની સુરક્ષા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત મહિલા તબીબોનો કામકાજનો સમય 12 કલાકથી વધુ ન હોવો જોઈએ અને નાઈટ ડ્યુટી શક્ય તેટલી ટાળવી જોઈએ
આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથેની બર્બરતા બાદ મમતા બેનર્જી સરકાર સતત બેકફૂટ પર છે. 14મી ઓગસ્ટે હોસ્પિટલમાં તોડફોડ બાદ ડોક્ટરોએ પોલીસ સુરક્ષા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. હવે મમતા બેનર્જી સરકારે મહિલા ડોકટરોને કામ કરવા માટે સુરક્ષિત વાતાવરણ આપવાનો મોટો પ્રયાસ કર્યો છે. જેમાં સીસીટીવી સહિત સુરક્ષાની દ્રષ્ટિએ અનેક મોટા પગલા લેવામાં આવ્યા છે.
મહિલાઓ માટે શૌચાલય સાથે અલગ આરામ ખંડ હોવો જોઈએ. 'રાતેર સાથી' નામની મહિલા સ્વયંસેવકોની ટુકડી રાત્રે તૈનાત કરવામાં આવશે. નાઇટ કમ્પેનિયનમાં એલાર્મ સાથેની એક ખાસ મોબાઇલ ફોન એપ્લિકેશનનો સમાવેશ થાય છે, જે સ્થાનિક પીએસ સાથે લિંક કરવામાં આવશે. સીસીટીવી દ્વારા સુરક્ષિત રૂમ પર નજર રાખવામાં આવશે.
સરકારે ઇમરજન્સી માટે 112 સેટ કરવા અને સુરક્ષા તપાસ ફરજિયાત બનાવવા જણાવ્યું છે. જાતીય સતામણીથી બચવા માટે તમામ સંસ્થાઓએ 'વિશાખા સમિતિ'ની રચના કરવી પડશે. જિલ્લાઓમાં મહિલા સુરક્ષાને લગતા કાર્યક્રમો યોજાશે. મહિલા કોલેજ, હોસ્પિટલ અને મહિલા હોસ્ટેલમાં પોલીસ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરશે. તમામ સ્ટાફ માટે ઓળખ કાર્ડ પહેરવાનું ફરજિયાત રહેશે. સુરક્ષા ગાર્ડ સ્ત્રી અને પુરુષ બંને હોવા જોઈએ.
કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. ડોક્ટરની બળાત્કાર અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય રોયે પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા છે. સીબીઆઈને સંજય રોયના ફોનમાંથી અશ્લીલ વીડિયો મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય રોય આક્રમક સ્વભાવના છે. તપાસમાં જાણવા મળ્યું કે સંજય રોયની પત્નીએ પણ તેની સામે ઘરેલુ હિંસા અંગે ફરિયાદ કરી હતી. ડોક્ટરની બળાત્કાર અને હત્યાના કેસમાં સીબીઆઈ આરોપી સંજય રોયની સતત પૂછપરછ કરી રહી છે.
સંજય રોયના પાડોશીએ કહ્યું કે તે હંમેશા તેની પત્ની સાથે ઝઘડા કરતો હતો. તેના ઘરમાંથી ચીસો અને બૂમોના અવાજો આવતા હતા. સંજય રોયે 4 વખત લગ્ન કર્યા છે. તેના આક્રમક સ્વભાવને કારણે તેની ત્રણ પત્નીઓએ તેને છોડી દીધો છે. આરોપી સંજય રોય પણ દારૂ પીવાની લત ધરાવતો હતો.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
