<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

'X 'એ બ્રાઝીલમાં કામગીરી બંધ કરી: સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એલેક્ઝેન્ડર ડી મોરેસને દોષિત ઠરાવ્યા

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એલેક્ઝેન્ડર ડી મોરેસ દ્વારા બ્રાઝીલમાં કંપનીના કાયદાકીય પ્રતિનિધિને સેન્સરશીપ આદેશનું પાલન નહીં કરવા પર ધરપકડની ધમકી આપ્યા બાદ નિર્ણય

ઈલોન મસ્કની માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સએ બ્રાઝીલમાં પોતાની કામગીરી તાત્કાલિક બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એલેક્ઝેન્ડર ડી મોરેસ દ્વારા બ્રાઝીલમાં કંપનીના કાયદાકીય પ્રતિનિધિને સેન્સરશીપ આદેશનું પાલન નહીં કરવા પર ધરપકડની ધમકી આપ્યા બાદ આવ્યો છે.

CEO લિંડા યાકારિયનોએ શટડાઉન અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને તેમણે બ્રાઝીલના લોકો માટે દુઃખદ દિવસ છે. કંપનીનું આ પગલું મહિનાઓ સુધીની લડાઈ બાદ આવ્યું છે.

જેમાં મસ્કે અગાઉ બ્રાઝીલમાં લોકપ્રિય અકાઉન્ટો પર પ્રતિબંધ હટાવવાની વાત કહી હતી. એક્સ કોર્પે મોરેસના કાર્યોની બિનલોકશાહી તરીકે ટીકા કરી અને બ્રાઝીલમાં એક્સના શટડાઉન માટે સંપૂર્ણ જવાબદારી લીધી છે

(12:44 AM IST)