તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 18th August 2024
સાત દિવસના પેરોલ ઉપર છૂટેલા ૮૨ વર્ષના આસારામ બાપુને ફરી જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા: ૧૬ વર્ષની યુવતી ઉપર બળાત્કાર અંગે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે

યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આધ્યાત્મિક સંત અને કથાકાર આસારામ બાપુને જોધપુર એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આસારામ બાપુને એઇમ્સ હોસ્પિટલથી ભારે સુરક્ષા સાથે જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે.
પીડિતાના પરિવારે જોધપુર હાઈકોર્ટમાંથી સારવાર માટે આસારામ બાપુને પેરોલ મળવા પર સવાલ ઉઠાવ્યા હતા.
અગાઉ, આસારામ બાપુને ૭ દિવસ માટે પેરોલ મળ્યા બાદ, બળાત્કાર પીડિતાના પરિવારે શુક્રવારે પોતાની સુરક્ષા વધારવાની માંગ કરી હતી.
૮૨ વર્ષના આસારામ બાપુએ ૨૦૧૩માં જોધપુર સ્થિત પોતાના આશ્રમમાં શાહજહાંપુરની રહેવાસી ૧૬ વર્ષની પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો, જેનો કેસ ચાલી જતા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલ. સંખ્યાબંધ વખત તેમની જામીન અરજી કોર્ટે ફગાવી દીધેલ હતી.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
