News of Sunday, 18th August 2024
આગ્રાની સરકારી હોસ્પિટલમાં કોલકત્તા જેવો મહાભયાનક કાંડ સર્જાતા સહેજમાં રહી ગયો: હોસ્પિટલની નર્સનો આબાદ બચાવ થયો

કોલકાતામાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો હજુ તાજો જ છે તે દરમિયાન કોલકાતા જેવી ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાં બનતા બનતા રહી ગઈ છે. આગ્રાની જિલ્લા હોસ્પિટલની સ્ટાફ નર્સને દર્દીના સંબંધીઓ અને એટેન્ડન્ટ્સે ઘેરી લીધેલ. પહેલા નર્સ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, માર મારવામાં આવ્યો, તેના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા અને તેને ખેંચી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
જ્યારે દર્દીના સંબંધીઓ અને સગાઓએ પીડિતા નર્સ અને પકડી લીધી, ત્યારે તેણે જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું. બૂમો સાંભળીને બાકીનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. આ પછી, નર્સ અને મહિલા સ્ટાફનો જીવ બચી ગયો. પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
ઘટના સામે આવ્યા બાદ લોકોએ કહ્યું કે જો બાકીનો સ્ટાફ સમયસર ઘટનાસ્થળે ન પહોંચ્યો હોત તો કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ જેવી ઘટના આગરાની જિલ્લા હોસ્પિટલમાં બની શકત.
આ ઘટનાના વિરોધમાં જિલ્લા હોસ્પિટલમાં ભારે હોબાળો થયો હતો અને આરોગ્ય કર્મચારીઓ કામ છોડીને હડતાળ પર ઉતરી ગયા હતા. હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓએ હવે તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
