તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 18th August 2024
સવારે રશિયાની ધરા ધણધણીઃ ૭.૦ તીવ્રતાનો ભૂકંપનો આંચકોઃ રશિયાના શિવલુચ જવાળામુખીમાં વિસ્ફોટઃ સુનામીની ચેતવણી જાહેર કરાઇ
જ્વાળામુખીની નજીક કાળા વાદળો દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી લાવા ઉછળ્યાઃ જ્વાળામુખીમાંથી લાલ ગરમ લાવા પણ વહેવા લાગ્યા

નવી દિલ્હીઃ રશિયામાં રવિવારે સવારે ખૂબ જ મજબૂત ભૂકંપના આંચકા આવ્યો હતા. આ ભૂકંપ પછી જ્વાળામુખીની નજીક કાળા વાદળ દરિયાની સપાટીથી 8 કિલોમીટર ઉપર ઉછળ્યા હતા. આ પછી જ્વાળામુખીમાંથી લાલ ગરમ લાવા વહેતો હતો.
રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાનો ખૂબ જ મજબૂત ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના કારણે રશિયાના શિવલુચ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. રશિયન સરકારી મીડિયા TASS એ આ જાણકારી આપી છે.
તાસના અહેવાલ મુજબ રવિવારે સવારે જ્વાળામુખીની નજીક કાળા વાદળો દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી લાવા ઉછળ્યો હતો. આ પછી, જ્વાળામુખીમાંથી લાલ ગરમ લાવા પણ વહેવા લાગ્યો હતો.
આ જ્વાળામુખી પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી લગભગ 280 માઇલ દૂર છે, જે રશિયાના પૂર્વીય પ્રદેશ કામચાટકામાં આશરે 181,000 ની વસ્તી ધરાવતા દરિયાકાંઠાના શહેર છે. TASS એ કહ્યું કે આ ધરતીકંપ અને ત્યારબાદ જ્વાળામુખી ફાટવાને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
TASSનું કહેવું છે કે આ ભૂકંપથી કોઈપણ ઈમારતને થયેલા સંભવિત નુકસાનની તપાસ કરવામાં આવી રહી છે. સામાજિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોકે, આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
