<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

કોલકાતા રેપ-મર્ડર કેસના મામલે CBI દ્વારા આરોપી સંજય રોયનો કરાશે સાયકોલોજી ટેસ્ટઃ CBIની એક્સપર્ટ ટીમના કોલકાતામાં ધામા

સંજય રોયનાં ફોનમાંથી ઘણી વાંધાજનક વીડિયો મળી આવ્યા છે

 નવી દિલ્‍હીઃ કલકત્તા રેપ કેસમાં સીબીઆઈની ટીમ કલકત્તા પહોંચી છે. તેમજ CBI દ્વારા આરોપીની માનસિક સ્થિતિ જાણવા માટે CFSL ની ટીમ પણ કલકત્તા પહોચી છે.
કલકત્તાની હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મામલે CBI દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.CBI દ્વારા આરોપી સંજય રોયનો સાયકોલોજી ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ CBI ની ટીમ વહેલી સવારે કલકત્તા પહોંચી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંજય રોયનાં ફોનમાંથી ઘણી વાંધાજનક વીડિયો મળી આવ્યા છે. તપાસ એજન્સીએ આરોપીની માનસિક સ્થિતિ જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી બળાત્કાર અને હત્યા પાછળનું કારણ જાણી શકાય.

(11:08 AM IST)