News of Sunday, 18th August 2024
અમેરિકાના નોર્થ કેરોલિનામાં ટોબેકો હાઉસ સ્ટોર ચલાવતા મૈનાક પટેલની ગોળી મારી હત્યાઃ લૂંટારૂઓએ સ્ટોરમાં ઘૂસી લૂંટ ચલાવી
મૈનાક પટેલને સારવાર માટે નોવન્ટ હેલ્થ રોવાન મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે દમ તોડી દીધો હતો

નવી દિલ્હીઃ અમેરિકાના નોર્થ કેરોલિનામાં 36 વર્ષીય ગુજરાતીની તેના સ્ટોરમાં લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. માહિતી અનુસાર, એરપોર્ટ રોડ પરના ટોબેકો હાઉસના માલિક મૈનાક પટેલની મંગળવારે વહેલી સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. ગોળી વાગ્યા બાદ મૈનાક પટેલને સારવાર માટે નોવન્ટ હેલ્થ રોવાન મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે દમ તોડી દીધો હતો.
ગોળીબારના સંબંધમાં એક શંકાસ્પદની ધરપકડ કરી લેવામાં આવી છે. માહિતી અનુસાર, અમેરિકાના નોર્થ કેરોલિનામાં વડોદરાના મૈનાક પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. લૂંટારૂઓએ સ્ટોરમાં ઘૂસી લૂંટ ચલાવીને સ્ટોર ઓપરેટર મૈનાકની હત્યા કરી દીધી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર લૂંટથી પ્રેરિત હોવાનું જણાય છે, જોકે તપાસ ચાલુ છે.
મૈનાક પટેલના પરિવારમાં તેમની પત્ની અમી, જે સાડા સાત મહિનાની ગર્ભવતી છે અને તેમની 5 વર્ષની પુત્રી છે. મૃતક મૈનાક પટેલની હત્યાને પગલે ગર્ભવતી પત્ની શોકમાં ડૂબી ગઈ છે, તો આખો પરિવાર મૈનાક પટેલની હત્યાથી પરિવાર શોકમાં છે. માહિતી અનુસાર, આ ઘટના મંગળવારની છે, જયારે લૂંટારૂઓએ મૈનાક પટેલના ટોબેકો હાઉસ સ્ટોરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી, દરમિયાન લૂંટારૂઓએ ગોળી મારીને મૈનાકની હત્યા કરી દીધી.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
