<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

કોલકાતાની ઘટના બાદ ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને દર બે કલાકે મોનિટરિંગ કરવા સૂચનાઃ દર ર કલાકે રીપોર્ટ સબમીટ કરોઃ ગૃહમંત્રાલય

નવી દિલ્‍હીઃ કોલકાતાની ઘટના બાદ ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને દર બે કલાકે મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ગૃહમંત્રાલય દ્વારા  દર ર કલાકે રીપોર્ટ સબમીટ કરો કરવાના આદેશ જારી કરવામાં આવ્‍યા છે.
કલકત્તામાં ર્ડાક્ટર યુવતી પર બળાત્કાર અને હત્યાનાં બનાવ બાદ ગૃહમંત્રાયલ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક આદેશ કર્યો છે. ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને દર બે કલાકે મોનિટરિંગ કરવા સૂચના આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને અમિત શાહે પોતે કોલકાતામાં ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસની સીબીઆઈ તપાસ અને આરજી કાર હોસ્પિટલ સંબંધિત દરેક નાની-મોટી ઘટનાઓ અને સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની દેખરેખની જવાબદારી સંભાળી હતી. આરજી કાર હોસ્પિટલમાં હંગામા બાદ પોલીસ પર ઉઠેલા સવાલો અને હાઈકોર્ટની પ્રતિકૂળ ટિપ્પણીઓ બાદ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. MHAએ તમામ રાજ્યોના પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની દર બે કલાકે જાણ કરવા નિર્દેશ આપ્યો છે.
રાજ્યોમાં વધી રહેલા અપરાધને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ જારી કર્યા છે. કોલકાતા બળાત્કાર અને હત્યા પછી ગૃહ મંત્રાલયે ભારતના તમામ પોલીસ અધિકારીઓને સૂચના જારી કરી છે. આ સરકારી આદેશમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા વિરોધને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનો અહેવાલ દર બે કલાકે ઈમેલ/ફેક્સ/વોટ્સએપ દ્વારા કેન્દ્રને મોકલવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા અને પરિસ્થિતિને કાબૂ બહાર ન જાય તે માટે આ પગલું ભર્યું છે.

(12:26 PM IST)