News of Sunday, 18th August 2024
વિશ્વના દેશોમાં કોલેરાની વેક્સીનની અછતઃ જુલાઇ માસ સુધી ર૩ર૬ લોકો કોલેરાની ભોગ બન્યાઃ WHOની કોલેરાની રસી પર ખતરનાક ચેતવણી
WHOએ તમામ દેશોને વેક્સીનનું ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો છે.

નવી દિલ્હીઃ વિશ્વના દેશોમાં કોલેરાની વેક્સીનની અછત ઊભી થઈ છે. જુલાઈ માસ સુધી 2326 લોકો કોલેરાના કારણે મૃત્યુ પામ્યા છે. આથી WHOએ તમામ દેશોને વેક્સીનનું ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો છે.
કોલેરાના કારણે WHO પણ ચિંતામાં મુકાઈ ગયું છે. આ વર્ષે 28 જુલાઈ સુધી વિશ્વભરમાં તેના 307433 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 26 દેશમાં 2326 લોકોના મોત થઈ ચૂક્યા છે.એક તરફ તેના કેસ વધી રહ્યા છે તો સામે તેની વેક્સીનની શોર્ટેઝ દુનિયાભરમાં જોવા મળી રહી છે. આથી WHOએ કોલેરાની વેક્સીનનું ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
