<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

કલકતા મેડિકલ કોલેજ તોડફોડ કેસમાં 32 લોકોની ધરપકડપોલીસે કોલ રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓછામાં ઓછા 1000 લોકોની ઓળખ

 કલકતા: શહેરની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડના સંબંધમાં 32 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કલકાતા પોલીસે કોલ રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓછામાં ઓછા 1000 લોકોની ઓળખ કરી છે. આ તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે. 14 ઓગસ્ટની રાત્રે લગભગ 40 શખ્સોએ મેડિકલ કોલેજમાં તોડફોડ કરી અને ત્યાં વિરોધ કરી રહેલા ડોકટરો પર હુમલો કર્યો. 

(1:08 PM IST)