તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 18th August 2024
ઉત્તર પ્રદેશ ના બુલંદશહેર પાસે બસ અને મીની ટ્રક વચ્ચે થયો ભયંકર અકસ્માત : 10 લોકોના મોત : અનેક ઘાયલ : મૃત્યુઆંક વધવાની સેવાતી આશંકા
અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો રક્ષાબંધનનો તહેવાર મનાવવા અલીગઢ સ્થિત પોતાના વતન જઈ રહ્યા હતા

બુલંદશહેર : ઉત્તર પ્રદેશના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને મીની ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે અનેક યાત્રીઓ ઘાયલ થયા છે. સ્થળ પર હાજર લોકોની મદદથી પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં તરત શિફ્ટ કર્યા હતા. અકસ્માત ના લીધે હાઇવે પર વાહનોનો થપ્પો લાગી ગયો હતો.
જાણવા મળતા મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ગાઝિયાબાદની એક કંપનીમાંથી મીની ટ્રકમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવા અલીગઢ સ્થિત પોતાના વતન જઈ રહ્યા હતા.
તે લોકો ઘરે પહોંચે તે પહેલા જ બુલંદશહરના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડવેઝ બસ અને મીની ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના દુઃખદ મોત થયા હોવાનું જાણવા છે અને મૃત્યુઆંક હજુ વધુ થાય તેવી આશંકા સેવાય રહી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
