News of Sunday, 18th August 2024
ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ૧૮૮ હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપીઃ જેમા ર૮ વર્ષ પહેલા પાકિસ્તાનથી ભારત આવેલા રર હિંદુ શરણાર્થીઓનો પણ સમાવેશ
આ તમામ લોકોને CAA હેઠળ ભારતીય નાગરિક્તાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

નવી દિલ્હીઃ અમિત શાહે આજે 188 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપી છે. પડોશી દેશોમાંથી આવેલા 188 હિંદુ શરણાર્થીઓને CAA હેઠળ ભારતીય નાગરિક્તાના પ્રમાણપત્ર અમિત શાહે એનાયત કર્યા હતા. આ તકે અમિત શાહે જણાવ્યુ કે આ અત્યંત ભાવુક કરનારી ક્ષણ છે. અત્યાર સુધી આ લોકો શરણાર્થી કહેવાતા હતા હવે ભારત માતાના પરિવારમાં સામેલ થઈ જશે. શાહે કહ્યુ CAA માત્ર દેશમાં વસેલા લાખો લોકોને નાગરિક્તા દેવાનો કાર્યક્રમ નથી. પરંતુ CAA દેશમાં વસતા લાખો શરણાર્થીઓને ન્યાય આપવાનો અને અધિકાર આપવાનો કાયદો છે.
અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યો કે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તેમના સાથીદળોની તુષ્ટિકરણની નીતિને કારણે વર્ષ 1947 થી લઈને 2014 સુધી શરણાર્થીઓને તેમના અધિકારથી વંચિત રખાયા. પડોશી દેશોમાં તો તેમની સાથે અન્યાય થયો કારણ કે તેઓ અલ્પસંખ્યક હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ હતા. પરંતુ તેમની પ્રતાડના આપણા દેશમાં પણ થઈ. લાખો કરોડો લોકો ત્રણ ત્રણ પેઢી જતી રહી તો પણ ન્યાય માટે તરસતા રહ્યા.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
