<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

હવે ઘરની સિકસિક્યોરિટી માટે માણસની જરૂર નહિ પડે: રોબોટ સ્માર્ટ હોમ ડિવાઇઝને કન્ટ્રોલ કરતાં જોવા મળશે

એપલ હાલમાં તેના રોબોટ પર કામ કરી રહી છે: હાથ ચારે દિશામાં બધી બાજુ 360 ડિગ્રીએ ફરશે: મોબાઇલ અને ટેબ્લેટ બાદ હવે રોબોટ તરફ દુનિયા વળી રહી છે

નવી દિલ્લી: એપલ હાલમાં તેના રોબોટ પર કામ કરી રહી છે. આ એક ટેબલટોપ રોબોટ છે એટલે કે ટેબલ પર મુકી શકાય એવો નાનો. આ રોબોટમાં આઇપેડ જેવી ડિસ્પ્લે છે અને હાથ પણ જોવા મળશે. આ રોબોટના હાથ ચારે દિશામાં બધી બાજુ 360 ડિગ્રીએ ફરશે. મોબાઇલ અને ટેબ્લેટ બાદ હવે રોબોટ તરફ દુનિયા વળી રહી છે. ઘરમાં કામ કરવા માટે રોબોટની જરૂર પડી શકે છે. જોકે આ રોબોટ દરેક કામ નહીં કરી શકે, પરંતુ ઘરની સિક્યોરિટીનું કામ જરૂર કરી શકે છે.

 

એપલ જે રોબોટ પર કામ કરી રહી છે એ એક કરતાં વધુ કામ કરતાં જોવા મળશે. એ રોબોટ સ્માર્ટ હોમ ડિવાઇઝને કન્ટ્રોલ કરતાં જોવા મળશે. લાઇટ ચાલુ કરવાથી લઈને, એસી ચાલું કરવું કે ટીવી ચાલુ કરવું એક રૂમમાં હોય તો અન્ય રૂમની લાઇટ બંધ કરવી વગેરે જેવું કામ આ રોબોટ કરશે. આ સાથે તે વિડિયો કોન્ફરન્સ પણ કરશે જેથી આપણે કેમેરો સાથે લઈને ચાલવાની અથવા તો એક જગ્યાએ બેસવાની જરૂર નહીં પડે. આ તમામથી ઉપર આ રોબોટ ઘરની સિક્યોરિટી પણ કરશે. એટલે કે ઘરમાં સ્માર્ટ લોક હશે તો એની પણ દેખરખ આ રોબોટ રાખશે.

(2:39 PM IST)