તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 18th August 2024
ક્રિક્રેટમાં વિકેટ લીધા બોલરનું વિચત્રિ સેલિબ્રેશન કરતા સોશિયલ મીડિયા પર થયું વાયરલઃ જોઇએ લોકો હસીહસીને થયા લોથપોથ : જુઓ વિડિઓ

Comment how many bowlers and batsmen celebrations did Paaji try and copy. Tag them all 😂 #cricket #celebrations pic.twitter.com/jeJ4xzPCHe
— Rahul Dravid (@RahulDravid_270) August 15, 2024
નવી દિલ્હીઃ તમે ક્રિક્રેટ મેદાન પર જીત બાદ કે વિકેટ બાદ ક્રિક્રેટરના સેલિબ્રેશન તો ઘણા જોયા હશે. પરંતુ તાજેતરમાં એક બોલરનું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જે જોઈને તમે હસી હસીને લોથપોથ થઈ જશો.
એક લોકલ સ્થાનિક ટૂર્નામેન્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિકેટ લીધા બાદ બોલરે જે સેલિબ્રેશન કર્યું તે જોઈને તમે પણ હસવું રોકી નહી શકો. બોલરે જમીન પર બેસીને પહેલા સલામ કરી અને પછી જૂતું કાઢીને કાન પર લગાવે છે. તેની હરકતો જોઈને હસી હસીને તમારું પેટ દુખવા લાગશે.
ક્રિકેટના મેદાન પર જીત બાદ અને વિકેટ બાદ ખેલાડીઓ દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈને સ્થાનિક ટૂર્નામેન્ટ સુધી, વિકેટ લીધા પછી અથવા સદી અથવા અડધી સદી ફટકાર્યા પછી, ખેલાડીઓ તેની પોતાની રીતે ઉજવણી કરે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શહીદ ભગત સિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન બોલરે વિકેટ લીધા બાદ કર્યું એવું સેલિબ્રેશન કે જેને જોયા બાદ લોકો વિચારમાં પડી ગયા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
