<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

એલોન મેસ્‍કે બ્રાઝિલમા ‘X’ (ટવીટર)નું કામકાજ કયુ બંધઃ ખળભળાટ જજ સામે ગંભીર આક્ષેપઃ માસ્‍કે આ નિર્ણય નિંદા કરી વિરોધ વ્‍યકત કર્યો

જજ સામે જ ગંભીર આરોપો મૂકતાં ઈલોન મસ્કની કંપની 'X' એ આ દેશમાં કામકાજ બંધ કરી દીધું

એલોન મસ્કે બ્રાઝિલમાં તેની કંપની 'X' (અગાઉ ટ્વિટર)નું કામકાજ બંધ કરી દીધું છે. તેણે આ નિર્ણય પાછળ જજ એલેક્ઝાન્ડર ડી મોરેસને જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું કે, સેન્સરશિપના આદેશોનું પાલન ન કરવા બદલ તેમને ડરાવવામાં આવતા અને ધમકી આપવામાં આવી હતી. 'X'ની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમે પણ તેના સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. જેના કારણે બ્રાઝિલમાં  'X'ની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. આ માહિતી કંપનીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. 

એલોન મસ્કએ કહ્યું હતું કે, 'બ્રાઝિલમાં 'X'ની સેવા લોકો માટે દરેક ક્ષણે ઉપલબ્ધ છે. અમે ભલે બ્રાઝિલમાં 'X'ની ઓફિસ બંધ કરી રહ્યા છીએ, પરંતુ અમારી  સેવા રિમોટ ઓપરેટર દ્વારા ચાલુ રહેશે, એટલે કે અહીંના લોકો 'X'ની સેવાઓનો ઉપયોગ કરી શકશે. અમે દુખી છીએ કે અમારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું. મસ્કે પણ આ નિર્ણયની નિંદા કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.'

(4:08 PM IST)