<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

મહારાષ્ટ્રની શાળામાં પોષણ કાર્યક્રમ હેઠળ બિસ્કિટ ખાધા બાદ 253 વિદ્યાર્થીઓની તબિયત લથડી : 7ની હાલત ગંભીર : 80 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

વિદ્યાર્થીઓએ બિસ્કીટ ખાધા બાદ ઉબકા અને ઉલ્ટી થઈ : સારવાર બાદ હવે મોટાભાગના વિદ્યાર્થીઓની હાલત સ્થિર

સંભાજીનગર : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાની એક શાળામાં પોષણ કાર્યક્રમમાં બિસ્કિટ ખાધા બાદ બાળકોની તબિયત લથડી હતી. 253 બાળકોમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા. જેમાંથી 80 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે શનિવારે સવારે જિલ્લાના કેકેટ જલગાંવ ગામની શાળામાં પોષણ કાર્યક્રમ હેઠળ બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા હતા. તેને ખાધા પછી બાળકોને ઉબકા અને ઉલ્ટીની ફરિયાદ થવા લાગી.

ગામના વડા અને અન્ય અધિકારીઓને આ અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બાળકોને ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. બાબાસાહેબ ઘુગેએ જણાવ્યું હતું કે શનિવારે સવારે 8.30 વાગ્યે 257 વિદ્યાર્થીઓએ બિસ્કિટ ખાધા હતા. તે પછી તેને ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાવા લાગ્યા. જેમાંથી 153ને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

 

(4:21 PM IST)