તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 18th August 2024
યુવતીએ અજાણ્યા પાસે લિફ્ટ માગી :તકનો લાભ આબરુ લૂંટી લીધી:ભયંકર બનાવ બેંગ્લુરુમાં બન્યો
બેંગ્લુરુમાં રવિવારે સવારે પાર્ટીમાંથી પાછી આવી રહેલી છોકરી પર બાઈકવાળાએ રેપ કર્યો

બેંગ્લુરુ : દેશભરમાં મહિલાઓ સામેના ગુનાઓ વધ્યાં છે. કોલકાતા રેપ એન્ડ મર્ડરના બનાવની વચ્ચે હવે બેંગ્લુરુમાં એક છોકરી પર રેપની ઘટના સામે આવી છે. કોઈના સાધન પર બેસવું પણ ખતરાથી ખાલી નથી. બેંગ્લુરુમાં રવિવારે સવારે પાર્ટીમાંથી પાછી આવી રહેલી છોકરી પર બાઈકવાળાએ રેપ કર્યો હતો. પાર્ટીમાંથી પાછા આવતાં છોકરી તેની બાઈક પર બેઠી હતી અને બાઈકવાળાએ આ તકનો લાભ ઉઠાવ્યો હતો.
અધિક પોલીસ કમિશનર (પૂર્વ ઝોન) રમણ ગુપ્તાના જણાવ્યા અનુસાર, છોકરી જે શહેરની એક કોલેજમાં અંતિમ વર્ષની ડિગ્રીની વિદ્યાર્થીની છે, કોરમંગલામાં ગેટ-ટુગેધર કર્યા પછી ઘરે પરત ફરી રહી હતી. "એક વ્યક્તિ કે જેની પાસેથી તેણીએ 'લિફ્ટ' લીધી હતી તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેના મિત્રનો ઈમરજન્સી કોલ આવ્યો. બાદમાં, તેણે મહિલાને હોસુર સર્વિસ રોડ પાસે એક ટ્રકની પાછળ, વ્યથિત અવસ્થામાં, દેખીતી ઇજાઓ અને ઓછાં કપડાં સાથે શોધી કાઢી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. દરમિયાન, પીડિતાને બોમ્માસન્દ્રાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તપાસ ચાલી રહી છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
