<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

કોલકાતા રેપ-મર્ડર કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ;ખુદ ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી, પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ આ કેસની સુનાવણી કરશે.

નવી દિલ્હી : દેશભરમાં ભારે ચકચારી બનેલો લેડી ડોક્ટર રેપ-મર્ડર કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુ્પ્રીમ કોર્ટે હવે આ કેસ સાંભળવાનો નિર્ણય કર્યો છે. 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી, પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ આ કેસની સુનાવણી કરશે.

   17 ઓગસ્ટના રોજ રેપ મર્ડર કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી. ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલી આ પત્રની અરજીમાં સુપ્રીમ કોર્ટને 9 ઓગસ્ટના રોજ કોલકાતામાં એક પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટરની સામૂહિક બળાત્કાર અને હત્યાની ભયાનક અને શરમજનક ઘટનાની નોંધ લઈને ત્વરિત કેસ હાથમાં લેવાની અપીલ કરી હતી.

  ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટે પણ આ મામલે સુનાવણી કરી ચૂકી છે અને મમતા સરકારની ઝાટકણી કાઢી છે.

(5:48 PM IST)