News of Sunday, 18th August 2024
અમેરિકામાં નોર્થ કેરોલિનામાં વડોદરાના યુવક મૈનાક પટેલની ગોળી મારી હત્યા
મૈનાક પટેલ ટોબેકો હાઉસ સ્ટોર્સ ચલાવતો હતો: તેના જ સ્ટોર્સમાં લૂંટ કરતી વખતે એક સગીરે ગોળી મારી હત્યા કરી

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. નોર્થ કેરોલિનામાં વડોદરાના યુવક મૈનાક પટેલની ગોળી મારી હત્યા કરી દેવાઈ હોવાનુ સામે આવ્યુ છે. મૈનાક પટેલ ટોબેકો હાઉસ સ્ટોર્સ ચલાવતો હતો. તેના જ સ્ટોર્સમાં લૂંટ કરતી વખતે એક સગીરે ગોળી મારી હત્યા કરી નાખી છે. મૃતક મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે અને પત્ની અમી ગર્ભવતી છે. મૈનાક પટેલની હત્યાથી ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
