<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

હરિયાણાના રોહતકમાં ગુજરાતના ખેલાડીઓ સાથે ભેદભાવ થયાનો આરોપ લાગ્યો

રહેવા-જમવાની સુવિધા મામલે ખેલાડીઓ વચ્ચે ભેદભાવ થયાનો આક્ષેપ

અમદાવાદ : નેશનલ કુસ્તી કોમ્પિટિશનમાં ગુજરાતના ખેલાડીઓને કડવો અનુભવ થયો છે.  હરિયાણાના રોહતકમાં ગુજરાતના ખેલાડીઓ સાથે ભેદભાવ થયાનો આરોપ લાગ્યો છે. અંડર 23 કુસ્તી માટે ગુજરાતના 10 ખેલાડીઓ હરિયાણાના રોહતક ગયા હતા, જ્યાં રહેવા-જમવાની સુવિધા મામલે ખેલાડીઓ વચ્ચે ભેદભાવ થયાનો આક્ષેપ કરાયો છે.  પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ખેલાડીઓએ હેડ કોચ અને મેનેજર પર આક્ષેપ કર્યો કે નેશનલ કોમ્પિટિશન રમવા ગયેલા ખેલાડીઓને રિક્ષામાં લઇ જવાયા !

(7:08 PM IST)