News of Sunday, 18th August 2024
CAAમાં કોઇની નાગરિકતા પાછી લેવાનો પ્રોવિઝન નથી' : અમિતભાઈ શાહનો મુસ્લિમોની ચિંતા દૂર કરવા પ્રયાસ
ગૃહમંત્રીએ કહ્યું - આ કાયદો નાગરિકતા આપવા માટેનો છે:કેટલીક રાજય સરકાર જે લોકોને ગેરમાર્ગે દોરે રહી છે, પરંતુ હું શરણાથી લોકોને કહેવા માગુ છું કે, તમે ચિંતા મુક્ત થઇને અરજી કરો નાગરિકતા મેળવો

ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ ખાતે CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો. આ તકે અમિતભાઈ શાહે CCA કાયદાને લઈને મુસ્લિમ સમાજની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોતાના સંબોધનમાં અમિતભાઈ શાહે જણાવ્યું કે, 2019માં આ કાયદો પસાર થયો, ત્યારે લોકોને ભડકાવવામા આવ્યા હતા કે, મુસલમાનોની નાગરિક્તા જતી રહેશે. જો કે હું મુસ્લિમ ભાઇઓને જણાવવા માગુ છુ કે, આ કાયદામાં કોઇની નાગરિકતા પાછી લેવાનો પ્રોવિઝન નથી. આ કાયદો નાગરિકતા આપવા માટેનો છે. આજે પણ કેટલીક રાજય સરકાર જે લોકોને ગેરમાર્ગે દોરે રહી છે, પરંતુ હું શરણાથી લોકોને કહેવા માગુ છું કે, તમે ચિંતા મુક્ત થઇને અરજી કરો નાગરિકતા મેળવો.
મારા રાજયમા 188 પરિવાર માઁ ભારતીનો પરિવાર બનીને આપણી સાથે રહેશે. દેશભરના શરણાથીઓને અપીલ કરુ છું કે, કોઇ પણ રાજકીય પાર્ટી તમને ગેર માર્ગે દોરે તેમનુ માનશો નહી આ કાયદો તમને ન્યાય આપવા માટે છે.
CAAએ દેશમા વસતા લોકોને નાગરિકતા આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ CAA દેશમાં વસી રહેલા લાખો શરણાર્થીઓને ન્યાય અને અધિકારો આપવાનો કાયદો છે. કોંગ્રેસના સમયમાં તેમની તૃષ્ટીકરણની નિતીના કારણે 1947 થી 2014 સુધી જે લોકો દેશના શરણે આવ્યા તેમને ન્યાય નોહતો મળ્યો. લાખો લોકો ત્રણ-ત્રણ પેઢી સુધી ન્યાય માટે તરસતા રહ્યા, પરંતુ કોંગ્રેસ અને તેની સાથી પાર્ટીના નેતાઓએ આવા લોકોને ન્યાય આપ્યો નહી.
કોઇ પણ દેશનુ વિભાજન ધર્મના આધારે ન થવુ જોઇએ પરંતુ ભારતનુ વિભાજન આઝાદી સમયે ધર્મના આધારે કરવામા આવ્યું અને જ્યારે ભારતનુ વિભાજન ઘર્મના આધારે કરવામા આવ્યુ, ત્યારે અથડામણો થતી હતી.
દેશે હમણાં જ 14 ઓગસ્ટે વિભાજન વિભીષીકા દિવસ ઉજવ્યો. ભારતના કરોડો લોકો આ ભૂલી નહી શકે કે કેટલી ભારે વેદના સહન કરવી પડી છે. પરિવારના પરિવારો વિખેરાઇ ગયા હતા, રૂપિયા થકી સદ્ધર લોકો પણ રસ્તા પર આવી ગયા હતા, આનાથી મોટો અત્યાચાર દુનિયામા ક્યાયં નહી થયો હોય.
તે સમયે વિભાજનને નિર્ણય કર્યો અને કોંગ્રેસના નેતાઓએ વચન આપ્યુ હતું કે, પડોશી દેશોથી જે શરણાર્થીઓ હિન્દુ,બોદ્ધ,શિખ,જૈન ભારતમાં આવશે તેમને નાગરિકત્વ આપશે અને ભારત તેમનુ સ્વાગત કરશે. જો કે જેમ જેમ ચૂંટણીઓ આવતી ગઇ તેમના નેતા વચનોથી દુર થતા રહ્યા. વર્ષ 1947,48 અને 50 મા આપેલુ વચન ભૂલાઇ દેવામા આવ્યું, કારણ કે તેઓ માનતા કે જો અમે તેમને નાગરિકતા આપીશુ તો અમારી વોંટ બેંક નારાજ થઇ જશે.
અમિતભાઈ શાહે આ કાર્યક્રમના મંચથી કોંગ્રેસ અને તેમના સાથીદારોને વેધક સવાલ પૂછતા કહ્યું કે, શું ભૂલ હતી આ લોકોમા કે જેઓ તેમની બહેન-દિકરીઓને બચાવવા ભારત આવ્યા તેઓ કેમ ભારતના નાગરીક ન બને? એક તરફ દેશની સરહદથી ઘૂસણખોરી કરાવી અને તેમને ખોટી રીતે નાગરીકતા આપી અને જે લોકો નિયમ-કાયદાને માને છે તમને અરજી કરી ત્યારે તમને કહેવામા આવ્યુ કે તમારા માટે જગ્યા નથી. કાયદો લોકો માટે હોય છે કાયદા માટે લોકો ન હોય.
ભાજપાએ 2014માં વચન આપ્યુ હતું કે, જો ભાજપા અને એનડીએ સરકાર આવશે તો અમે CAA કાયદો લાવીશુ અને અમે 2019મા આ કાયદો લાવ્યા. કરોડો હિન્દુ,બોધ્ધ,જૈન, શિખ લોકોને ન્યાય ન હતો મળ્યો તેમને ન્યાય અપાવ્યો.
જ્યારે પીએમ મોદી દેશના વડાપ્રધાન ઉમેદવાર બન્યા ત્યારે કહ્યુ હતું કે આ દેશનુ લોકતંત્ર , પરિવારવાદ-જાતિવાદ-તૃષ્ટીકરણ-ભ્રષ્ટાચારથી પીડીત છે. વડાપ્રધાન મોદીએ 10 વર્ષમા દેશને આનાથી સુરક્ષિત કરવાનુ કામ કર્યુ છે. દેશની જનતાએ પરિવારવાદની પાર્ટીઓને સત્તાથી દૂર કરી દીધી છે. પીએમ મોદીએ દેશમા તૃષ્ટીકરણની રાજનીતિ દૂર કરવાનો પ્રયાસ કર્યો. આ દેશમા ત્રિપલ તલાકને દુર કરવાનુ કામ પણ પીએમ મોદીએ કર્યુ છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
