News of Sunday, 18th August 2024
અમેરિકા ખાતે FOGAUSA નુ પહેલુ વાઇબ્રન્ટ કન્વેન્શન 'યુનાઇટેડ ગુજારતી ૨૦૨૪', ટેક્સાસના ડલ્લાસ સિટીમાં ૨, ૩ અને ૪ ઓગસ્ટ ના રોજ યોજાયુ : ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પત્ર દ્વારા ફોગા ની આ પહેલને આવકારી : કાર્યક્રમની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ (વર્ચ્યુલ હાજરી) ના ઉદબોધન થી થઈ : ત્રણ હજારથી વધુ ગુજરાતીઓને એક જગ્યાએ એકત્રિત કરી, ગુજરાતનું અમેરિકામાં આગવું સ્થાન ઉભુ કરનાર, ફોગા-યુએસએ ના પમુખ શ્રી વસુદેવભાઈ પટેલ અને ટીમ પર સફળ આયોજન બદલ થઈ રહી છે અભિનંદન વર્ષા
ત્રણ દિવસીય આ કન્વેન્શનમાં અમેરિકાના વિવિધ રાજ્યના ચાલીસ થી વધુ ગુજરાતી સંગઠનોના તથા કેનેડા, યુ.કે. અને દુબઈ ના આગેવાનો તથા ત્રણ હજારથી વધુ લોકો જોડાયા : આવનાર સમયમાં ગુજરાતના વિકાસ માટે ગુજરાતી ભાષા, સામાજીક સેવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ફોગા-યુએસએ તત્પર : ગુજરાતના અનેક મહાનુભાઓ અને અમેરિકન કોંગ્રેસમેન કાર્યક્રમમાં રહ્યા હાજર : મેડિકલ કેરિયર સેમિનાર, મેટ્રિમોનિયલ, બિઝનેસ 2 બિઝનેસ માટે યુવા સેમિનાર જેવા સમાજ ને અતી ઉપીઓગી એવા સેમિનારોનુ સુનદર આયોજન પણ કરાયુ

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુજર્સી : અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને એક તારે બાંધી ગુજરાતની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક વિરાસતને ઉજાગર કરવાની નેમ લઈને, બીન રાજકીય કાર્યક્રમ માં સમગ્ર અમેરિકાના ગુજરાતી સંગઠનોને ભેગા કરવા છેલા ૩ વર્ષથી વધુ અમેરીકાનુ ભ્રમણ ફોગા-યુએસએ ના ફાઉન્ડર શ્રી વાસુદેવ પટેલ, પકાજી પટેલ, પીવી પટેલે કરી, તેમની સાથે તેમની યુવા ફાઉનડર ટીમ ના સભ્યો દિવ્યેશ ત્રિપાઠી, ચીરાગ દવે તથા જૈમીન ઉપાઘાય એ ગુજરાતી પ્રજામાં આલેખ જગાડી ૧૦૦ થી વધારે ગુજરાતી સંગઠનો ને એક પ્લેટફોર્મ પર લાવી, ગુજરાતીપણાને ઉજાગર કરતા ફોગા-યુએસએ ના કન્વેન્શન 'યુનાઇટેડ ગુજારતી' ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પત્ર દ્વારા ફોગા ની આ પહેલને આવકારી, અને આવનારા સમયમાં આ સંગઠન અમેરિકામાં અને ભારત માટે એક સેતુ બની, એકવીસમી સદીના નવા ભારત માટે ઉપયોગી બની, વાયબ્રન્ટ ગુજરાતીઓ પોતાના દેશ અને રાજ્ય માટે કંઈક વિશેષ કરે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની (વર્ચ્યુલ હાજરી), પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, ગુજરાત રાજ્યના માનનીય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, સહકાર મંત્રી જગદીશભાઈ, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ શિક્ષા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભારતીય એમ્બેસી વતી ફેર્સ્ટ સેક્રેટરી જીગર રાવલ, કૉન્સ્યુલેટ જનરલ મંજુનાથન, સોજીત્રા ના ધારાસભય વીપુલ પટેલ તથા અમેરિકન કૉન્ગ્રેસમેનો સહીત અનેક મહાનુભાવોએ હાજર રહી પ્રસંગને શોભાવ્યો હતો.
ત્રણ દિવસીય આ કન્વેન્શનમાં અમેરિકાના વિવિધ સ્ટેટના ચાલીસ થી વધુ ગુજરાતી સંગઠનોના તથા કેનેડા, યુ.કે. અને દુબઈ ના આગેવાનો તથા ત્રણ હજારથી વધુ લોકો જોડાયા અને આવનાર સમયમાં ગુજરાતના વિકાસ માટે ગુજરાતી ભાષા, સામાજીક સેવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ફોગા-યુએસએ ના પ્લેટફોર્મ દ્વારા સહયોગી બન્યા હતા.
આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતીઓની આ પહેલને આવકારી અને આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર તરફથી એનઆરઆઈ માટે ધંધાકિય અને સામાજીક વ્યવસ્થા માટે સરકાર સહયોગી બનશે તેવી ખાત્રી આપી. તેમણે જોર આપી, અમેરિકામાં વસતા ગુજરાતી ઓને તેમના માદરે વતન સાથે જોડાયેલ રહેવા, અને યુવા પેઢીને પણ ગુજરાત સાથે જોડાય અને ગુજરાતના વિકાસ સાથે જોડાય તે માટે હાકલ કરી.
ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ એનઆરઆઈને ગુજરાતમાં આવી રોકાણ કરવા પ્રેરીત કરતાં જણાવ્યું કે, ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં રોકાણકારો માટે સરકાર તમામ જાતની સુવિધા અને સરકારી સહયોગ આપે છે.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકમાએ જણાવ્યું કે, હાલની સરકાર ગુજરાત આવતા ઉદ્યોગ સાહસિકો માટે લાલ ઝાજમ પાથરીને આવકારી રહી છે. ગુજરાતમાં આવતા ઉદ્યોગો માટે સલામતી, ચોવીસ કલાક વીજળી અને તમામ જાતની સરકારી પરવાનગીઓ ઝડપથી મેળવી આપે છે.
ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આજના ગુજરાત વિશે અને દરેક ગુજરાતીને વિનંતી કરી કે, તેઓ ત્રણ ફોરેન ટુરિસ્ટને ગુજરાત લાવી પ્રવાસનના વિકાસ માટે સહયોગ આપે. કન્વેન્શનમાં ખાસ ઉપસ્થિત રહેલ હ્યુસ્ટન ઈન્ડિયન કૉન્સુલેટ જનરલ મંજુનાથે ભારતીયોને અમેરિકામાં ટ્રેડ શો થી લઈ ઈન્ડસ્ટ્રીજ ગ્રોથ માટે જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાત્રી આપી.
આ સાથે મેડિકલ કેરિયર સેમિનાર, મેટ્રિમોનિયલ, બિઝનેસ 2 બિઝનેસ માટે યુવા સેમિનાર જેવા સમાજ ને અતી ઉપીઓગી એવા સેમિનારોનુ સુનદર આયોજન પણ કરાયુ હતુ. સાથે સાથે ગીતાબેન રબારી જેવા કલાકારો ના રમઝટ ગરબા, કાજલ ઓઝા વૈધ તથા સૌભીત દેસાઈ એ કાયઁકમ ને આકઁષક બાનવ્યો હતો.
ત્રણ હજારથી વધુ ગુજરાતીઓને એક જગ્યાએ એકત્રિત કરી, ગુજરાતનું અમેરિકામાં આગવું સ્થાન ઉભુ કરનાર, ફોગા-યુએસએ ના પમુખ શ્રી વસુદેવભાઈ પટેલ, શ્રી પકાજી પટેલ તથા શ્રી પ્રકાશભાઈ પટેલ ના સપના સમાન ફોગા-યુએસએ ના કન્વેન્શનને તમામ ગુજરાતીઓએ ભેગા મળી સફળ બનાવ્યું.
આ પ્રસંગ પાછળ અથાગ મહેનત કરનાર ડલાસ કન્વેન્શનના ચેરમેન આત્મનભાઈ રાવલ, વાઈસ ચેરમેન હેમલ દોશી, રમણભાઈ પટેલ, સુધીરભાઈ પરીખ, ચીફ ટ્રસ્ટી ડૉ. કિરન પારેખ, કમલેસ શુકલા, જૈમીન કાલરીઆ, ત્રિથર્થ ત્રીવેદી, શીતલ પટેલ, બેલાબેન શાહ, હષાબેન ગાંઘી, શૈલેષભાઇ, રાષ્ટ્રીય ટીમના દેવ ભરવાડ, નીલકંઠ પટેલ, બાબુભાઈ પટેલ, નેન્સી પટેલ, ડૉ. હિમાનશુ પંડયા, હરિભાઇ પટેલ, ભુપેશ શાહ સહિતનાઓ એ અથાગ મહેનત કરી કાર્યક્રમ ને સજાવનાર ગાયત્રીબેન જોશી, અમદાવાદ થી મનીષભાઈ સહિત ૧૫૦થી વધુ યુવા ગરવા ગુજરાતીઓએ દિવસ રાત મહેનત કરી આ પ્રસંગને ઉજવ્યો હતો. અ સાથે આવનારા સમયમાં ગુજરાતની ગરીમાને ઊંચાઈ પર લઈ જવાનું શ્રેય અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને શીરે છે.
આ પ્રસંગ માં અર્થિક સહિયોગ આપનાર એવા ડૉ વાસુદેવ પટેલ, પકાજી પટેલ, પ્રફુલ પટેલ, પ્રકાસ પટેલ, ડૉ. જે પી પંડ્યા, પટેલ બ્રધસ, ઇન્ડીયા બજાર, સતીશ ગુપ્તા, ડૉ. ભરત સંઘાણી, સુનિલ ધારોડ તથા ઘણાં ગુપ્ત દાનવીરો ની મદદ મળી હતી અને સાથેં સહુ ઉપસ્થિતોએ દિપ ફૂડ ના નમકી ની મજા માણી હતી.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
