News of Sunday, 18th August 2024
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ : હવે પદ્મ પુરસ્કાર મેળવનાર 71 ડોક્ટરોએ પીએમ મોદીને પત્ર લખ્યો :ન્યાયની માંગ કરી
જઘન્ય ઘટનાના દોષિતો સામે ઝડપથી અને નિર્ણાયક કાર્યવાહી કરવા. ડોક્ટરો, વ્યવસાયીક તબીબો અને હોસ્પિટલો સામે શારિરીક અને મૌખિક બંને પ્રકારની હિંસાને પહોંચી વળવા માટે એક અલગ કાયદો બનાવવાની માંગ કરી

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરની હત્યા મામલે ન્યાયની માંગ સાથે આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે. હવે પદ્મ પુરસ્કાર વિજેતા 71 ડોક્ટર્સે વડાપ્રધાન મોદીને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે. તેઓએ કોલકાતામાં થયેલી જઘન્ય ઘટનાના દોષિતો સામે ઝડપથી અને નિર્ણાયક કાર્યવાહી કરવા તેમજ, ડોક્ટરો, વ્યવસાયીક તબીબો અને હોસ્પિટલો સામે શારિરીક અને મૌખિક બંને પ્રકારની હિંસાને પહોંચી વળવા માટે એક અલગ કાયદો બનાવવાની માંગ કરી છે.
પીએમ મોદીને પત્ર લખનારમાં ડો. હર્ષ મહાજન, ડો અનૂપ મિશ્રા, ડો એકે ગ્રોવર, ડો અલકા કૃપલાણી, ડો મોહસિન વલી, ડો અંબરીશ મિથલ, ડો પ્રદીપ ચૌબે, ડો અનિલ કોહલી સહિતના ડોક્ટર્સનો સમાવેશ થાય છે.
1. વર્તમાન કાયદાને સખતાઈથી લાગુ કરવો: ડોક્ટર્સના સ્વાસ્થયની દેખરેખ પ્રોફેશનલની સુરક્ષા માટે કાનૂની એજન્સીના હાલના કાયદાકીય માળખાને વધારે કડકાઈથી લાગૂ કરવાની જરુરિયાત પર ભાર આપે છે.
2. જાતીય હિંસાના ગુનેગારો માટે કડક અને સમયબદ્ધ સજા : ડોક્ટર આવા અપરાધો સામે નિવારકના રૂપે કડક અને તાત્કાલિક સજાની વકીલાત કરે છે.
3. હોસ્પિટલો અને તબીબી સંસ્થાનોમાં ઉન્નત સુરક્ષા ઉપાય : પત્રમાં સરકાર પાસે તમામ આરોગ્ય કર્મચારીઓ માટે એક સુરક્ષિત વાતાવરણ નક્કી કરવા માટે સ્વાસ્થ્ય સુવિધાઓમાં બહેતર સુરક્ષા પ્રોટોકોલ લાગૂ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
4. સ્વાસ્થ્યકર્મીની સુરક્ષા માટે એક વિશેષ કાયદાની જોગવાઈ અને અમલીકરણ: અમે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે આરોગ્યકર્મીઓની સુરક્ષા માટે એક અલગ કાયદો બનાવવા અને લાગુ કરવાનો આગ્રહ કરીએ છીએ. જેથી ગ્રાઉન્ડ લેવલે તેનું ઝડપથી અમલીકરણ થઈ શકે.
5. આરોગ્યકર્મીઓ સામે હિંસા માટે કડક સજા : પ્રસ્તાવિત વટહુકમ અથવા બિલે સુનિશ્ચિત કરવું જોઈએ કે, આરોગ્ય કર્મીઓ સામે હિંસામાં સામેલ લોકોને શક્ય એટલી સખત સજા આપવામાં આવે, પછી તે મૌખિક હોય કે શારીરિક. આવા કેસને કોર્ટ દ્વારા ઝડપથી હલ કરવામાં આવવા જોઈએ. અપરાધને બિન-જામીનપાત્ર વર્ગમાં રાખવા જોઈએ.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
