<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

લ્‍યો બોલો... રિક્ષાચાલકને હેલમેટ નહીં પહેરવાનો મેમો પકડાવી દીધો

આસામ ટ્રાફિક પોલીસની કરતૂતઃ ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો

ગુવાહાટી,તા. ૧૯: ટ્રાફિક પોલીસે એક ઓટો ડ્રાઈવરને હેલમેટ નહીં પહેરવા પર ૧૦૦૦ રૂપિયાનો મેમો આપી દીધો હતો. હદ તો ત્‍યારે થઈ જયારે પીડિત પોલીસ પાસે આ ભૂલને સુધારવા માટે પહોંચ્‍યો તો પોલીસે તેને ૧૦૦૦ રૂપિયા નહીં પણ ૨૦૦૦દ્ગટ મેમો પકડાવી દીધો. પોલીસે દાવો કર્યો હતો કે, તેણે ક્ષમતાથી વધારે પેસેન્‍જર બેસાડ્‍યા હતા.

હવે ઓટો ચાલક પોતાનું ચલણ લઈને ટ્રાફિક પોલીસ અધિકારીઓની ઓફિસોના ચક્કર કાપી રહ્યો છે. પણ તેની ફરિયાદ પર કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. જાણકારી અનુસાર, આ સમગ્ર મામલો આસામનો છે. અહીં એક રિક્ષાચાલક દિનેન્‍દ્ર કેંપરાય હાફલોંગ વિસ્‍તારમાં રહે છે. ૧૫ ઓગસ્‍ટના રોજ તેની ઓટોનું પીયૂસી ખતમ થઈ રહ્યું હતું. તે પોતાનું પીયૂસી રિન્‍યૂ કરાવવા માટે ગયો હતો.

પીયૂસી સેન્‍ટર કર્મચારીએ તેને જણાવ્‍યું કે, તેની ઓટો પર ૧૦૦૦ રૂપિયાનું ચલણ છે. જયારે ચલણની ડિટેલ જોઈ તો દિનેન્‍દ્રને નવાઈ લાગી. હકીકતમાં આ ચલણ હેલમેટ વિના વાહન ચલાવવાનું હતું. તેને લઈને સ્‍થાનિક ટ્રાફિક પોલીસ ઓફિસે ગયો, ત્‍યાં પોલીસકર્મીએ તેને ક્ષમતાથી વધારે પેસેન્‍જર બેસાડવાનું ૨૦૦૦ રૂપિયાનું ચલણ આપી દીધું. દિનેન્‍દ્ર ત્‍યારબાદ સીધો ઘરે આવી ગયો અને હજુ સુધી ચલણ ભર્યું નથી.

દિનેન્‍દ્રના જણાવ્‍યા અનુસાર આ ઈ ચલણ છે. તેના માટે તેના મોબાઈલમાં કોઈ મેસેજ નથી આવ્‍યો. આ બાજૂ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ભૂલથી હેલમેટ ન પહેરવાનું ચલણ આપી દીધું છે. હકીકતમાં ક્ષમતાથી વધારે પેસેન્‍જર બેસાડવાનું ચલણ છે. ઓનલાઈન કરતી વખતે ભૂલ થઈ ગઈ છે. પોલીસ અધિકારીઓ આ મામલે તપાસ કરી યોગ્‍ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્‍યું છે.

(10:02 AM IST)