<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

મહિલાઓમાં બેરોજગારી દર વધ્‍યો : ૫૮% શ્રમિકોનો પગાર ૨૦,૦૦૦ થી ઓછો

વર્ક ઇન્‍ડિયાનો રિપોર્ટ : શ્રમિકો નાણાકીય ટેન્‍શન - આવાસ - સ્‍વાસ્‍થ્‍ય સેવા - શિક્ષણ જેવી જરૂરીયાતો પૂરી કરવા સંઘર્ષ કરી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૧૯: ભારતમાં મોટાભાગના બ્‍લુ કોલર કામદારો કારખાનાઓમાં અથવા અન્‍ય શ્રમ-સઘન નોકરીઓમાં કામ કરતા હોય છે તેઓ દર મહિને રૂ. ૨૦,૦૦૦ કે તેથી ઓછા પગાર મેળવે છે. હાયરિંગ પ્‍લેટફોર્મ વર્કઈન્‍ડિયાના રિપોર્ટ અનુસાર, ૫૭.૬૩ ટકા કામદારોનો માસિક પગાર ૨૦,૦૦૦ રૂપિયા છે. આ કામદારો આર્થિક તણાવનો સામનો કરી રહ્યા છે અને હાઉસિંગ, હેલ્‍થકેર અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્‍યારે ૨૯.૩૪ ટકા બ્‍લુ કોલર કામદારોનો પગાર ૨૦,૦૦૦-૪૦,૦૦૦ રૂપિયા -તિ માસ છે. વુમન એન્‍ડ મેન ઈન ઈન્‍ડિયા, ૨૦૨૩ના રિપોર્ટ અનુસાર, દેશમાં મોટાભાગની મહિલાઓ કળષિ અને ઉત્‍પાદન ક્ષેત્રે કામ કરે છે, જ્‍યાં તેમને પુરૂષો કરતા ઓછો પગાર મળે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ક્‍વાર્ટર (એ-લિ-જૂન) માં, ૨૦૨૪-૨૪ ના માર્ચ ક્‍વાર્ટરની તુલનામાં શહેરી વિસ્‍તારોમાં નિયમિત વેતન પર કામ કરતી મહિલાઓની સંખ્‍યામાં ૨૦૩ નો વધારો થયો છે. પીરિયડિક લેબર ફોર્સ સર્વે (ભ્‍ન્‍જ્‍લ્‍)ના જૂન ક્‍વાર્ટરના ડેટા અનુસાર, કુલ કામ કરતી મહિલાઓમાં નિયમિત વેતન પર કામ કરતી મહિલાઓનો હિસ્‍સો માર્ચ ક્‍વાર્ટરમાં ૫૨.૩ ટકાથી વધીને ૫૪ ટકા થયો છે. જોકે, માર્ચ ક્‍વાર્ટરની સરખામણીમાં નોકરીની શોધમાં કામ કરતી મહિલાઓની સંખ્‍યામાં ઘટાડો થયો છે.

માર્ચ ક્‍વાર્ટરમાં મહિલા શ્રમ દળ સહભાગિતા દર (ન્‍જ્‍ભ્‍ય્‍) વધીને ૨૫.૬ ટકા થયો હતો, જે જૂન ક્‍વાર્ટરમાં ઘટીને ૨૫.૨ ટકા થયો હતો. દેશના શહેરી વિસ્‍તારોમાં ૧૫ વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર જૂન ક્‍વાર્ટરમાં ઘટીને ૬.૬ ટકા થયો હતો, જોકે મહિલાઓમાં બેરોજગારીનો દર ૮.૫ ટકાથી વધીને ૯ ટકા થયો હતો અને પુરુષોમાં બેરોજગારીનો દર ૬.૧ ટકાથી ઘટીને ૫.૮ થયો હતો. ટકા. ર્વકિંગ પોપ્‍યુલેશન રેશિયોમાં મહિલાઓનો હિસ્‍સો પણ ઘટયો છે. માર્ચ ક્‍વાર્ટરમાં ૨૩.૪ ટકાથી ઘટીને કુલ કાર્યકારી વસ્‍તીના માત્ર ૨૩ ટકા મહિલાઓ છે. જ્‍યારે પુરુષોની સંખ્‍યા ૬૯.૮ ટકાથી વધીને ૭૦.૪ ટકા થઈ છે.

પ્રોદ્યોગિકી સાથે જોડાયેલ શ્રમપ્રધાન ભરતી મંચ વર્ક ઈંડિયાના રિપોર્ટમાં કહેવાયું છે કે, ૫૭.૬૩ ટકાથી વધારે શ્રમપ્રધાન નોકરીઓ ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિના અથવા તેનાથી ઓછા વેતન મર્યાદામાં આવે છે. આ દર્શાવે છે કે, કેટલાય શ્રમિક ન્‍યૂનતમ મજૂરીની આસપાસ કમાય છે. રિપોર્ટથી જાણવા મળે છે કે, લગભગ ૨૯.૩૪ ટકા શ્રમપ્રધાન નોકરીઓ મધ્‍યમ આવક વર્ગમાં છે, જેમાં વેતન ૨૦,૦૦૦-૪૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનો છે.

તેમાં કહેવાયું છે કે, આ કેટેગરીમાં આવતા શ્રમિકોને નાણાકીય સુરક્ષામાં મામૂલી સુધરનો અનુભવ હોય છે. પણ તેઓ આરામદાયક જીવન સ્‍તર પ્રાપ્ત કરવાથી ખૂબ દૂર છે. રિપોર્ટના જણાવ્‍યા અનુસાર, આ મર્યાદિત આવકથી જરુરિયાત તો પુરી થઈ જાય છે, પણ બચત અથવા રોકાણની કોઈ શકયતા રહેતી નથી. જે આ કેટેગરીના કાર્યબળનો એક મોટો ભાગની આર્થિક નબળાઈ ઉજાગર કરે છે.

વર્ક ઈંડિયાના મુખ્‍ય કાર્યપાલક અધિકારી અને સહ સંસ્‍થાપક નીલેશ ડુંગરવાલાએ કહ્યું કે, આંકડાથી જાણવા મળે છે કે, શ્રમ ક્ષેત્રમાં ઓછા વેતનવાળી નોકરીઓનો એક મોટો ભાગ છે અને ઉંચી આવક માટે મર્યાદિત અવસર છે. આ અસમાનતા ન ફક્‍ત કાર્યબળનો એક ભાગરુપે સામે આવતી આર્થિક પડકાર દર્શાવે છે પણ સામાજિક સ્‍થિરતા અને આર્થિક વળદ્ધિ માટે પણ વ્‍યાપક નિહિતાર્થ રાખે છે.

દૈનિક વેતન મજૂરોના પગારમાં તફાવત

વિસ્‍તાર      મહિલા      પુરુષો

ગ્રામીણ      રૂ. ૨૮૭            રૂ. ૪૧૬

શહેરી        રૂ. ૩૩૩            રૂ. ૫૧૫

(દરરોજ સરેરાશ વેતન)

બ્‍લુ કોલર નોકરીઓમાં પગાર

માસિક પગાર(રૂ)કર્મચારીઓની સંખ્‍યા

૨૦ હજાર સુધી         ૫૭.૬૩ ટકા

૨૦ થી ૪૦ હજાર        ૨૯.૩૪ ટકા

૪૦ હજાર              ૩.૦૩ ટકાથી વધુ

જેન્‍ડર ગેપઃ રોજગાર કયાં મળે છે?સેક્‍ટર ગ્રામ્‍ય વિસ્‍તાર શહેરી વિસ્‍તાર

પુરુષોસ્ત્રીઓ પુરુષોસ્ત્રીઓ

કળષિ ૪૯.૧ ૭૬.૨ ૪.૭ ૧૧.૭

બાંધકામ ૧૯.૦ ૪.૨ ૧૨.૬ ૩.૧

વેપાર-હોટલ ૧૦.૫ ૪.૧ ૨૬.૫ ૧૫.૨

પરિવહન-સંગ્રહ ૫.૩ ૦.૨ ૧૩.૨ ૫.૫

ઉત્‍પાદન ૮.૨ ૮.૩ ૨૦.૫ ૨૩.૯

અન્‍ય સેવાઓ ૭.૯ ૭.૦ ૨૨.૫ ૪૦.૬

(બધા આંકડા ટકાવારીમાં)

પુરુષોમાં બેરોજગારી ઘટી,સ્ત્રીઓમાં વધારોક્‍વાર્ટર પુરુષસ્ત્રી

જૂન, ૨૦૨૪ ૫.૯ ટકા ૯.૧ ટકા

સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટર ૬.૦ ટકા ૮.૬ ટકા

ડિસેમ્‍બર ક્‍વાર્ટર ૫.૮ ટકા ૮.૬ ટકા

માર્ચ, ૨૦૨૪ ૬.૧ ટકા ૮.૫ ટકા

જૂન ક્‍વાર્ટર ૫.૮ ટકા ૯.૦ ટકા

(બેરોજગારી દર)

મહિલાઓ શ્રમબળમાં ઘટાડો થયો, પુરુષો વધ્‍યા ક્‍વાર્ટર પુરુષસ્ત્રી

જૂન, ૨૦૨૪ ૭૩.૫ ટકા ૨૩.૨ ટકા

સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટર ૭૩.૮ ટકા ૨૪ ટકા

ડિસેમ્‍બર ક્‍વાર્ટર ૭૪.૧ ટકા ૨૫ ટકા

માર્ચ, ૨૦૨૪ ૭૪.૪ ટકા ૨૫.૬ ટકા

જૂન ક્‍વાર્ટર ૭૪.૭ ટકા ૨૫.૨ ટકા

(ન્‍ભ્‍જ્‍ય્‍: લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એટલે કે કામ કરતા અથવા કામ શોધી રહેલા લોકોની સંખ્‍યા)

કુલ વસ્‍તીમાં કેટલા લોકો કામ કરે છે

ક્‍વાર્ટર પુરુષસ્ત્રી

જૂન, ૨૦૨૪ ૬૯.૨ ટકા ૨૧.૧ ટકા

સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટર ૬૯.૪ ટકા ૨૧.૯ ટકા

ડિસેમ્‍બર ક્‍વાર્ટર ૬૯.૮ ટકા ૨૨.૯ ટકા

માર્ચ, ૨૦૨૪ ૬૯.૮ ટકા ૨૩.૪ ટકા

જૂન ક્‍વાર્ટર ૭૦.૪ ટકા ૨૩ ટકા.(

(10:04 AM IST)