News of Monday, 19th August 2024
પત્નિ સાસુ-સસરાની સેવા ન કરે તો તે ક્રુરતા નથી : અલ્હાબાદ હાઇકોર્ટે કરી મહત્વની ટીપ્પણી
કોર્ટે એક પોલીસ કર્મી.ની છુટાછેડાની અરજી ફગાવી : જેમાં તેણે પત્નિ પર પોતાની માતા-પિતાની સેવા ન કરવાનો આરોપ મૂકયો હતો

પ્રયાગરાજ, તા.૧૯: અલ્હાબાદ હાઈકોર્ટે છૂટાછેડાની અરજી પર સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી છે કે જો કોઈ મહિલા તેના વળદ્ધ સાસરિયાઓની સેવા ન કરે તો તેને ક્રૂરતા ગણવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે આવી બાબતો તદ્દન વ્યક્તિગત છે. આવી સ્થિતિમાં કોર્ટ દરેક પરિવારમાં આવા કેસોની વિગતવાર તપાસ કરી શકે નહીં. આ કોર્ટનું કામ નથી. કોર્ટે કહ્યું કે પતિ જ્યારે ઘરથી દૂર હોય ત્યારે તેના માતા-પિતાની કાળજી ન લેવી એ ક્રૂરતા સમાન નથી. હકીકતમાં, એક પોલીસકર્મીએ તેની પત્ની વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી કે તે તેના માતાપિતાની સેવા કરવાની નૈતિક જવાબદારી પૂરી કરી રહી નથી.
અલ્હાબાદ હાઈકોર્ટ (HC) એ કહ્યું છે કે પતિ દ્વારા તેના વળદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળતા ક્રૂરતા સમાન ન હોઈ શકે કારણ કે આવા આરોપો વ્યક્તિલક્ષી છે. જસ્ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને ડોનાડી રમેશની ડિવિઝન બેન્ચે પુરુષની છૂટાછેડાની અપીલ પર વિચાર કરતી વખતે આ અવલોકનો કર્યા હતા. અપીલમાં કહેવામાં આવ્યું છે કે તેમની પત્ની જ્યારે પોલીસમાં ફરજ બજાવતા ઘરથી દૂર હતા ત્યારે તેમના વળદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાની તેમની નૈતિક ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી હતી. કોર્ટે કહ્યું કે અમાનવીય અથવા ક્રૂર વર્તન અંગે અરજદાર દ્વારા એવી કોઈ દલીલ આપવામાં આવી નથી, જે છૂટાછેડા માટે જરૂરી ક્રૂરતાના આરોપને સ્થાપિત કરી શકે.
કોર્ટે કહ્યું કે માત્ર જીવનસાથીના વળદ્ધ માતા-પિતાનું ધ્યાન ન રાખવું, તે પણ જ્યારે પતિ પોતાના ઘરથી દૂર રહેતો હોય, તો તે કયારેય ક્રૂરતા ગણી શકાય નહીં. દરેક ઘરમાં શું સ્થિતિ હોઈ શકે છે તેની વિગતવાર તપાસ કરવી અથવા તે સંબંધમાં કોઈ કાયદો અથવા સિદ્ધાંત મૂકવો તે કોર્ટ માટે નથી. તમને જણાવી દઈએ કે આ આરોપ સાથે પતિએ મુરાદાબાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો. સુનાવણી બાદ મુરાદાબાદની ફેમિલી કોર્ટે પતિના કેસને ફગાવી દીધો હતો.
આ પછી તેણે મુરાદાબાદના આ આદેશને પડકારતી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી. પતિની અપીલને ફગાવીને હાઈકોર્ટે ૩૦ જુલાઈના તેના ચુકાદામાં કહ્યું હતું કે આ કેસમાં કોઈ ક્રૂરતા આચરવામાં આવી નથી. ટ્રાયલ કોર્ટે છૂટાછેડાનો કેસ કાઢી નાખવામાં કોઈ ભૂલ કરી નથી.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
