News of Monday, 19th August 2024
‘રાજાધિરાજ' : શ્રીકૃષ્ણ ભગવાનની જીવન-લીલાની અનુભૂતિ
૧૮૦ થી વધુ કલાકારોની પ્રતિભાએ શ્રીકૃષ્ણ ભગવાનનાં દિવ્ય સ્વરૂપોનું જીવંત સંકલન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી) ધ ગ્રાન્ડ થિયેટરમાં ધર્મગુરૂઓ, બોલીવુડ કલાકારો સહિત ઉપસ્થિત : પ્રેક્ષકગણ મંત્રમુગ્ધ

રાજકોટ, તા.૧૭: સંગીતમય મહાનાટિકા, ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા'ના ગ્રાન્ડ પ્રિમિયરે ઓગસ્ટ ૧૪, ૨૦૨૪ના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પૂજનીય ધર્મગુરુઓ, બોલિવૂડના કલાકારો તથા અન્ય માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર પછીના દિવસ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ, આ સીમાચિહનરૂપ સંગીત નાટિકાની ભવ્ય પ્રસ્તુતિ કરતો પ્રથમ શો યોજાયો હતો. ભગવાન કળષ્ણની ભવ્યતા અને સંમોહનરૂપ દૈવી પ્રેમ, જીવન અને લીલાની અનુભૂતિમાં દર્શકો ગરકાવ થઈ ગયા હતા. ભગવાન શ્રી કળષ્ણને તેમના દૈવી સ્વરૂપો એટલે કે લહુ ગોપાલ, શ્રીનાથજી, અને રાજાધિરાજના સ્વરૂપમાં નિહાળીને ધન્યતા અનુભવતા દર્શકોએ સહૃદય સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
ગ્રાન્ડ પ્રિમિયરમાં નાથદ્વારા ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ એચ.એચ. તિલકાયત ગોસ્વામી શ્રી રાકેશજી મહારાજશ્રી, અને નાથદ્વારા મંદિરમાં તેમના વારસદાર તથા શ્રીનાથજી મંદિરના પરિચારક શ્રી ભૂપેશકુમારજીએ (વિશાલ બાવા) સહપરિવાર ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.
અવતારકાળમાં પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કળષ્ણની તેમની જન્મભૂમિથી કર્મભૂમિ સુધીની યાત્રા તેમજ અનાવતારકાળમાં પ્રભુ શ્રીનાથજી તરીકે જાણીતા નિકુંજનાયક શ્રી ગોવર્ધનધરની વ્રજથી મેવાડ સુધી યાત્રાને અદભુત અને અલૌકિક રીતે પ્રસ્તુત કરાઈ છે. ભગવાન શ્રી કળષ્ણ તો મારા, તમારા અને સહુના છે. હું આશા રાખું છું કે આ મેગા મ્યુઝિકલનું ભક્તિ સંગીત માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના દરેક ઘરમાં વાગતું રહેશે. રાધાજી માટે ભગવાન શ્રી કળષ્ણના તથા રૂકમણીજી માટે દ્વારિકાધીશના પ્રેમની અભિવ્યક્તિનું જે રીતે મિશ્રણ કરાયું છે તે મારા હૃદયને સ્પર્શી ગયું છે, એમ શ્રીનાથજી મંદિરના વારસદાર તથા પરિચારક શ્રી ભૂપેશકુમારજીએ (વિશાલ બાવા) જણાવ્યું હતું.
ભગવાન શ્રી કળષ્ણના પરમ ભક્ત અને ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા'ના પ્રોડયુસર શ્રી ધનરાજ નથવાણીએ આનંદની અભિવ્યક્તિ કરતા જણાવ્યું હતું કેઃ ‘આ સંગીતમય મહાનાટિકા, ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા'ના પ્રિમિયર તથા પ્રથમ શોને સાંપડેલા અભૂતપૂર્વ પ્રતિસાદને અમે ખરેખર આશીર્વાદરૂપ ગણીએ છીએ. શ્રી કળષ્ણની રસ તરબોળ કરતી અને વિસ્મયહહહહહહશશશકારક દિવ્ય કથાની પ્રસ્તુતિ દરમિયાન પ્રેક્ષકો ભાવવિભોર બની ગયા હતા. અમારું સૌથી મોટું કોમ્પિલમેન્ટ એ હતું કે એવું એક પણ વ્યક્તિ ન હતું જે આ સંગીત અને સ્ટેજ પરથી જ ગવાતા ગીતોથી રોમાંચિત ન થયું હોય. દરેક વ્યક્તિને તે પસંદ પડ્યું. અમે જેની હમેંશા ઇચ્છા રાખી હતી કે આ લોકો સુધી અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે અને તે ઇચ્છા ફળીભૂત બની. આ એક સંગીતનાટિકા છે, જે નાના બાળકોને મનોરંજન માટે પસંદ આવશે અને તે જોઈને કળષ્ણના જીવનમાંથી કાંઈક શીખ લઈને તેઓ ઘરે જશે. જે લોકો કળષ્ણમાં માને છે તેમની ભક્તિ પ્રગાઢ બનશે. માટે તમામ રીતે, દરેક વ્યક્તિ પર આની ભવ્ય અસર થશે.
સમળધ્ધ સ્ટોરીટેલિંગ, આヘર્યજનક વિઝ્યુઅલ્સ, અને હ્રદયના તાર ઝંઝણાવી દે તેવા સંગીત સાથે... એકિક્ઝિકયુટિવ પ્રોડ્યુસર શ્રીમતી ભૂમિ નથવાણી રસ તરબોળ કરી દે તેવા અનુભવની ખાતરી આપે છે. શ્રળતિ શર્માના નિર્દેશન હેઠળનું આ પ્રોડક્શન ૧૮૦ કરતાં વધારે કલાકારોની પ્રતિભા શ્રી કળષ્ણના દિવ્ય સ્વરૂપોનું સંકલન જીવંત બનાવે છે.
આ સંગીત નાટિકાની પટકથા અને ગીતો પદ્મશ્રી વિજેતા પ્રસૂન જોશીએ તૈયાર કર્યા છે. પ્રસિધ્ધ સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા સંગીતબદ્ધ કરાયેલા ૨૦ ઓરિજિનલ ગીતો થકી હૃદયના તાર ઝણઝણાવી દેનારો સાઉન્ડટ્રેક એ તેની મંત્રમુગ્ધતાનો પૂરાવો છે. પ્રોડક્શન ડિઝાઇનિંગ એવોર્ડ-વિજેતા બોલિવૂડ પ્રોડક્શન ડિઝાઈનર ઓમંગ કુમારે કર્યું છે તથા નીતા લુલ્લાએ કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા છે, પાર્થિવ ગોહિલ અને વિરલ રાચ્છ ક્રિએટિવ પ્રોડયુસર્સ છે, જ્યારે પટકથા સંશોધન રાષ્ટ્રીય પુરસ્કાર-વિજેતા લેખક રામ મોરીએ કર્યું છે. કોરિયોગ્રાફર્સ બર્ટવિન ડી'સોઝા અને શમ્પા ગોપીક્રિશ્નાની અતિસુંદર નળત્ય શ્રેણીઓને ૬૦થી વધુ નળત્યકારોએ પ્રસ્તુત કરી છે. તે કળષ્ણની રંગોના વૈવિધ્યથી ભરપૂર દુનિયામાં ગરકાવ કરી દેશે. વિભોરે ખંડેલવાલ વિઝ્યુઅલ કન્ટેન્ટ ડાયરેક્ટર, વ્યાસ હેમાંગ કાસ્ટિંગ અને ડ્રામા ડાયરેક્ટર, અક્ષત પરીખ વોકલ કોચ, પલ્લવી દેવિકા એ કેશ અને મેકઅપ ડિઝાઈનર છે તથા અલોયસિયસ ડી'સોઝા લાઈટ પ્રોડયુસર છે.
ટિકિટ્સ હવે ઁર્ળીણૂણૂ.ણૂંળ અને ણુંત્ત્ળક્કતત્ર્ંરૂ.ણૂંળ પર ઉપલબ્ધ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
