<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

કોણ છે આ પાકિસ્તાની મહિલા? : PM મોદીને જે મોકલે છે રાખડી : જાણો ૩૦ વર્ષથી ચાલી રહેલા અ રૂડા સંબંધ વિષે : મહિલા છે પાકિસ્તાનની દીકરી અને સાથે છે ભારતની વહુ

મહિલાનો જન્મ કરાચીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો અને વર્ષ 1981 માં તેણીએ અમદાવાદ, ગુજરાતના રહેવાસી મોહસીન સાથે કર્યા હતા લગ્ન

નવી દિલ્હી : આજે રક્ષાબંધનનો તહેવાર છે અને બહેનો પોતાના કાંડા પર રાખડી બાંધીને પોતાના ભાઈઓની રક્ષા કરવાનું વચન લઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે નાની દીકરીઓ પાસે રાખડી બંધાવતા જોવા મળ્યા હતા.

શ્રી મોદીની એક પાકિસ્તાની બહેન, કમર મોહસીન શેખ આ વખતે 30મી વખત તેમને રાખડી બાંધશે. કમર શેખ દર વર્ષે વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે અને પોતાના હાથે રાખડી બનાવે છે. રાખીના દિવસે તે વડાપ્રધાન મોદીના કાંડા પર તેને સૌથી વધુ ગમતી રાખડી બાંધે છે. ચાલો જાણીએ કોણ છે કમર મોહસીન શેખ?

તમને જણાવી દઈએ કે કમર મોહસીન શેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોઢે બોલેલા બહેન છે. તે પાકિસ્તાનની દીકરી છે, અને સાથે ભારતની વહુ છે. તેણીનો જન્મ કરાચીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને વર્ષ 1981માં તેણીએ અમદાવાદ, ગુજરાતના રહેવાસી મોહસીન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ તે ભારત આવી અને અહીં સ્થાયી થયા. તેના પતિ મોહસીન ખાન એક ચિત્રકાર છે.

કમર મોહસીન શેખ જણાવે છે કે જ્યારે નરેન્દ્રભાઈ સંઘના પ્રચારક હતા ત્યારે તેઓ વડાપ્રધાન તેમણે મળ્યા હતા. 1990માં ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ સ્વર્ગસ્થ ડૉ. સ્વરૂપ સિંહે તેમને વડાપ્રધાન મોદી સાથે મેળવ્યા હતા. નરેન્દ્રભાઈને જોઈને તેમનામાં એકતાનો અહેસાસ થયો અને તેમણે વડાપ્રધાન મોદીને ભાઈ કહીને સંબોધ્યા. તેમની વાતચીત દરમિયાન, તેણે રાખી બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો, જે શ્રી મોદીએ સ્વીકાર્યો હતો અને ત્યારથી આજ સુધી તે તેમને રાખડી બાંધી રહી છે.

કોરોનાના સમયગાળા દરમિયાન તે 3 વર્ષ સુધી તેમને રાખડી ન બાંધી શકી, પરંતુ તેણે વડાપ્રધાન મોદીને ચોક્કસપણે રાખડી મોકલી હતી. મોહસીન કહે છે કે તેનો પોતાનો કોઈ સગો ભાઈ નથી. તેથી તેઓ વડાપ્રધાનને પોતાના ભાઈ બનાવવા ઈચ્છતા હતા અને તેમની ઈચ્છાથી આ શક્ય બન્યું.

 

(1:10 PM IST)