તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 19th August 2024
NASAના અવકાશયાત્રીએ ભારતની શાનદાર તસ્વીર શેર કરી:અવકાશમાંથી જોવા મળ્યો રાત્રીનો અદભૂત નજારો
કેપ્શનમાં લખ્યું કે, ભારતમાં રાત્રે વીજળી ચમકે છે. મેં Burst મોડનો યૂઝ કરીને આ વીજળીને કેપ્ચર કરી

નવી દિલ્હી : નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના એક અવકાશયાત્રી મેથ્યૂ ડોમિનિકે સ્પેસ સ્ટેશનથી ભારતમાં રાત્રીના સમયની એક દુર્લભ તસવીર શેર કરી છે. જેમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં રાત્રીના સમયે આકાશમાંથી વીજળી પડતી જોવા મળી રહી છે. અંધારામાં બ્લૂ કલરની વીજળી જોઈ શકાય છે.
આ તસવીર શેર કરતા અવકાશયાત્રી મેથ્યૂ ડોમિનિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, ભારતમાં રાત્રે વીજળી ચમકે છે. મેં Burst મોડનો યૂઝ કરીને આ વીજળીને કેપ્ચર કરી છે. મને ખુશી છે કે વીજળી યોગ્ય ફ્રેમની વચ્ચે કેપ્ચર થઈ ગઈ, તેને ક્રોપ કરવાની જરૂર પડી નથી. આ પોસ્ટ પર ઘણી યૂઝર્સ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. મોટા ભાગના યૂઝરે જાણવા માગે છે કે, ભારતના ક્યાં ભાગમાં આ વીજળી પડી છે. એક યૂઝરે લખ્યું કે, 'શું આ વીજળી ડેક્કનના પઠાર વચ્ચે, બેંગ્લુરુ પાસે પડી છે?' તો કેટલાક યૂઝર્સ ડોમિનિકની શાનદાર ફોટોગ્રાફીની પ્રશંસા કરી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોક જોઈ ચૂક્યા છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
