<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

બાંગ્લાદેશની નવી સરકારે એક સાથે દેશભરના કોર્પોરેશનોના ૩૨૩ મેયર અને ૫૫૦થી વધુ જિલ્લા પંચાયતના અધ્યક્ષ - ઉપાધ્યક્ષોને પદ ઉપરથી પાણીચુ આપ્યું

લમના એક ઝાટકે બાંગ્લાદેશની નવી મોહમ્મદ યુનુસ સરકારે બાંગ્લાદેશમના ૪૯૩ જિલ્લા ઉપાધ્યક્ષોને પદ પરથી હટાવી દેવાના હુકમો બહાર પાડ્યા છે. સરકારે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના અવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા ૩૨૩ મ્યુનિસિપલ મેયર અને ૬૦ જિલ્લા પરિષદના અધ્યક્ષોને પણ તેમના પદ ઉપરથી તગેડી મૂક્યા છે.

સરકાર દ્વારા જણાવાયું હતું કે ખાસ સંજોગોમાં, જો જરૂરી જણાય તો, જાહેર હિતમાં શહેર કોર્પોરેશન અથવા નગરપાલિકાના કોઈપણ મેયર અથવા કાઉન્સિલરને દૂર કરી શકે છે. એ જ રીતે, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યો તેમજ ઉપજિલ્લા પરિષદના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મહિલા ઉપાધ્યક્ષને દૂર કરી શકે છે.

(2:27 PM IST)