<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

ઝીણાએ પાકિસ્‍તાનનું રાષ્‍ટ્રગીત લખાવ્‍યું હતું હિંદુ કવિ પાસે

જો કે ઝીણાના અવસાન પછી બદલી નખાયું

ભારતમાં આજની પેઢી કદાચ એ જાણીને આヘર્ય પામશે કે ધર્મના આધાર પર જે પાકિસ્‍તાનનો જન્‍મ થયો હતો તેનું પહેલું રાષ્‍ટ્રગીત કોઇ મુસ્‍લીમે નહીં પણ એક હિંદુએ લખ્‍યું હતું. તેમનું નામ હતું જગન્‍નાથ આઝાદ તેઓ મશહુર કવિ અને શાયર હતા અને ત્‍યારે લાહોરમાં રહેતા હતા. ભાગલાના સમાચારો ચારે તરફ ફેલાઇ ચૂકયા હતા.

૧૯૪૭નો ઓગસ્‍ટ મહિનો શરૂ પણ થઇ ગયો હતો. મહમદઅલી ઝીણા મુસલમાનો માટે અલગ રાષ્‍ટ્ર બનાવવાના હતા. એટલે તેમને એક કોમી ગીતની જરૂર હતી.

મુસ્‍લીમ હિતોની વાત કરનાર ઝીણાએ ત્‍યારે પોતાની ઇમેજ ચમકાવવા માટે અલગ રાજકારણ અપનાવ્‍યું. પોતાને ધર્મનિરપેક્ષ બતાવવા તેમણે હિંદુ કવિની તપાસ શરૂ કરાવી જે પાકિસ્‍તાન માટે કોમી ગીત લખી શકે. જો કે તેમના આ ફરમાથી મુસ્‍લીમ સમાજમાં એક નફરત ફેલાઇ હતી. કેટલાયે સીનીયર લોકોએ વાંધો પણ ઉઠાવ્‍યો પણ ઝીણાએ ર૪ કલાકમાં પાકિસ્‍તાનમાંથી સારો કવિ શોધવાનો હુકમ આપી દીધો.

પછી લાહોરના કાબેલ હિંદુ કવિ જગન્‍નાથ આઝાદને શોધવામાં આવ્‍યા. ઉર્દુમાં તેમની સામે મુસ્‍લીમ વિદ્વાનો પણ નહોતા ટકી શકતા. ઝીણા તેમને મળ્‍યા અને કહ્યું કે પાંચ દિવસમાં તમે નવા દેશ માટે રાષ્‍ટ્રગીત લખી આપો. પાકિસ્‍તાન રેડીયોએ તેમના ગીતને કંપોઝ કર્યું. ઝીણાએ તે સાંભળ્‍યું તો ખુશીથી ઉછળી પડયા. ૧૪ ઓગસ્‍ટે મધરાતે તે રેડીયો પરથી પ્રસારિત થયું. જો કે તે માત્ર દોઢ વર્ષજ ચાલ્‍યું, ઝીણાના મોત પછી મુસ્‍લીમ નેતાઓનાં દબાણથી તેને બદલી નખાયું. (

(3:10 PM IST)