News of Monday, 19th August 2024
વિધાનસભા ચુંટણીમાં આતંકીઓને બૂથ સુધી નહીં પહોંચવા દેવાય
જમ્મુમાં સીઆરપીએફના ૧ લાખ સિપાહીઓ અને ૧૦૦૦ કંપનીઓ તૈનાત

જમ્મુ તા. ૧૯: જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણી ત્રણ તબકકામાં થવાની છે. પહેલા તબકકાનું મતદાન ૧૮ સપ્ટેમ્બરે, બીજા તબકકાનું રપ સપ્ટેમ્બરે અને અંતિમ તબકકાનું મતદાન ૧ ઓકટોબરે થશે. મતગણત્રી ૪ ઓકટોબરે થવાની છે. ચુંટણી પંચે ભરોસો વ્યકત કર્યો છે કે બધા ઉમેદવારોને પૂરતી સુરક્ષા મળશે.
જમ્મુ કાશ્મીરમાં રહેલા આતંકીઓ ચુંટણીમાં અવરોધ ઉભો કરવાના પ્રયાસો કરી શકે છે, તેને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય અર્ધ સેનિક બળોની ૧૦૦૦ કંપનીઓ તૈનાત કરાશે. એટલે કે એક લાખથી વધારે જવાનો શાીંતપૂર્ણ રીતે ચુંટણી પુરી કરાવશે.
કેન્દ્રીય દળોની તૈનાતીનો આદેશ ૧૮ ઓગસ્ટે થઇ ગયો છે. રાજયમાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોની ૪૬પ વધારાની કંપનીઓ તૈનાત થશે. તેમાં ૩૧પ કંપનીઓ બહારથી આવશે જયારે બાકીની ૧પ૦ કંપનીઓ એવી છે જે ત્યાં પહેલાથી જ તૈનાત છે. તેમને પોતાના ડયુટી સ્થળની આસપાસ જ તૈનાત કરશે. બહારથી આવનારી ૩૧પ કંપનીઓમાં જમ્મુ ક્ષેત્ર માટે સીઆરપીએફની પપ, બીએસએફની ૬૦, સીઆઇએસએફની પ૦, આઇટીબીપીની ૩૦ કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આમાંથી કોઇ કંપની કાશ્મીર ઝોનમાં તૈનાત નહીં કરાય.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
