<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

ગણપતિ સામે હવામાં તરશે મોદક

મુંબઇના ઇલેકટ્રીક એન્‍જીનીયરે બનાવી ગણપતિની જાદુઇ મૂર્તિ સર્કીટ તૈયાર કરવામાં લાગ્‍યો સાડા ત્રણ વર્ષ જેટલો સમય

મુંબઇ તા. ૧૯: મુંબઇના એક કલાકારે આગામી ગણપતિ ઉત્‍સવ માટે ભગવાન ગણેશની એક અનોખી મૂર્તિ બનાવી છે, જેમાં ભગવાન સમક્ષ રાખેલા મોદક હવામાં ઉડતા દેખાઇ રહ્યા છે. હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને જ્ઞાન, બુધ્‍ધિ, સુખ-સમૃધ્‍ધિ અને સૌભાગ્‍યના દેવતા કહેવામાં આવે છે. ૧૦ દિવસનો ગણપતિ ઉત્‍સવ આવતા મહિને ૭ સપ્‍ટેમ્‍બરથી શરૂ થશે.

ર૮ વર્ષના મૂર્તિકાર રમાકાંત દેવરીયાએ આ મૂર્તિને જાદુઇ ગણપતિનું નામ આપ્‍યું છે. ઇલેકટ્રીકલ એન્‍જીનીયર રમાકાંત દેવરીયાએ એક સમાચાર એજન્‍સી સાથે વાત કરતા જણાવ્‍યું કે મોદકને હવામાં તરાવવા માટે ચુંબકીય સર્કીટ તેણે બનાવી. તેમણે કહ્યું કે ચુંબકીય સર્કીટ બનાવવાનું કામ સરળ નહોતું.

દેવરીયાએ કહ્યું, ‘‘ચાર વર્ષ પહેલા જયારે હું મારા મિત્રો સાથે વાત કરી રહ્યો હતો ત્‍યારે મને આ સ્‍વિચાર આવ્‍યો હતો. સર્કીટ પુરી કરવા, તેને કુદરતી રૂપ આપવા અને મોદકને હવામાં તરાવવામાં મને લગભગ સાડા ત્રણ વર્ષનો સમય લાગીસ ગયો. અત્રે જણાવી દઇએ કે દેવરીયા વર્ષોથી પર્યાવરણને અનુકુળ ગણતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે.''

(3:11 PM IST)