News of Monday, 19th August 2024
બજારમાંથી ગાયબ થઇ ગઇ ચીની રાખડીઓ

નવી દિલ્હી તા. ૧૯: ભાઇ બહેનના પ્રેમના પ્રતિક રક્ષા બંધનનો તહેવાર આજે છે. દેશભરમાં ધૂમધામથી તે ઉજવાઇ રહ્યો છે. આ વરસે સારી વાત એ છે કે માર્કેટમાંથી ચીનમાં બનેલ રાખડીઓ ગાયબ છે. ધંધાર્થીઓએ મેક ઇન ઇન્ડીયાને પ્રોત્સાહન આપતા માત્ર દેશમાં બનેલ રાખડીઓને જ પ્રાથમિકતા આપી છે. લોકોના ઉત્સાહને જોતા આશા વ્યકત થઇ રહી છે કે રક્ષાબંધન પર આ વર્ષે માર્કેટમાં લગભગ ૧ર હજાર કરોડ રૂપિયાનો બીઝનેસ થશે.વેપારીઓના ટોચના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કેટ) એ કહ્યું છે કે આ વર્ષે રક્ષાબંધન પર દેશભરની બજારોમાં જોરદાર ભીડ છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં સ્વદેશી રાખડીઓ જ વેચાઇ રહી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
