News of Monday, 19th August 2024
એક સમયે અંગ્રેજો સામે ખુરસી પર બેસવા માટે સર્ટિફિકેટ લેવું પડતું હતું
ઉત્તરપ્રદેશના કુંડાના ધારાસભ્ય રાજાભૈયાએ ગયા વર્ષે ‘ઍક્સ' પર આ સર્ટિફિકેટ પોસ્ટ કર્યું હતું, પરંતુ સ્વતંત્રતા દિવસથી ફરીથી વાઇરલ થયું છે

લખનૌ, તા.૧૯: અત્યારે ખુરસી પર બેસવા, પકડી રાખવા માટે નેતાઓ ન કરવાનું બધું જ કરતા હોય છે, કારણ કે આપણે હવે સ્વતંત્ર થઈ ગયા છીએ. જોકે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે અંગ્રેજો સામે ખુરસી પર બેસવા માટે પણ ‘કુર્સીનશીન'નું પ્રમાણપત્ર લેવું પડતું હતું. અંગ્રેજ સામે ખુરસી પર બેસતાં પહેલાં આ પ્રમાણપત્ર બતાવવું પડતું. ઉત્તર પ્રદેશના કુંડાના ધારાસભ્ય રાજાભૈયાએ ગયા વર્ષે ‘ઍક્સ' પર આ સર્ટિફિકેટ પોસ્ટ કર્યું હતું, પરંતુ સ્વતંત્રતા દિવસથી ફરીથી વાઇરલ થયું છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
