<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

દિલ્હીમાં થશે ભારે વરસાદ: IMDએ ત્રણ રાજ્યોમાં જાહેર કર્યું એલર્ટ: જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ચોમાસું સક્રિય: કેટલાક રાજ્યોમાં ચોમાસાની ગતિ ધીમી પડી

નવી દિલ્હી : દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ઓગસ્ટની શરૂઆતથી સારો વરસાદ જોવા મળી રહ્યો છે.આ મહિનામાં બિહાર અને એમપીમાં વધારે વરસાદ થયો નથી. દિલ્હી એનસીઆરમાં રવિવારે ફરી એકવાર વરસાદ પડ્યો. આ વરસાદને કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હીમાં વરસાદ પડી શકે છે. પહાડોમાં પણ વરસાદી માહોલ જારી રહેશે. જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન. 

   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે આકાશ વાદળછાયું રહેશે અને હળવા વરસાદનું એલર્ટ છે. રાજધાની દિલ્હીમાં આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. અહીં 20 થી 24 ઓગસ્ટ સુધી હળવો વરસાદ પડી શકે છે.

   પંજાબ અને હરિયાણામાં આજે હવામાન સ્વચ્છ રહેશે. જો કે 20 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અહીં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

   પહાડી વિસ્તારોમાં પણ વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 20 થી 22 ઓગસ્ટ સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં 20 અને 21 ઓગસ્ટે વરસાદની સંભાવના છે. આ અંગે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

   22 ઓગસ્ટ સુધી પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં હવામાન સ્વચ્છ રહેશે. પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પૂર્વ અને પશ્ચિમ યુપીમાં ભારે વરસાદની સંભાવના છે. આ અંગે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી આવું જ હવામાન રહેશે

  મધ્યપ્રદેશ અને બિહારમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે. ભોપાલ, ધાર, માલવા, ખંડવા, છિંદવાડા, ગુના, ગ્વાલિયર, ઈન્દોર, રીવા, સતના સહિત ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે. બિહારમાં પણ આવી જ સ્થિતિ છે. પટના, બેગુસરાઈ, છપરા, જમુઈ, બોધગયા, નાલંદા, મધુબની સહિત ઘણા જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.

(6:34 PM IST)