<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

અમેરિકામાં 90 ફૂટ ઊંચા હનુમાનજીની પ્રતિમાનું ઉદઘાટન થયું :સ્ટેચ્યુ ઓફ યુનિયનનો શાનદાર નજારો : જુઓ વિડિઓ

અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા: 'સ્ટેચ્યૂ ઓફ યુનિયન' એટલે કે અભય હનુમાનના નામથી ઓળખવામાં આવે છે.

નવી દિલ્હી :અમેરિકાના હ્યુસ્ટન, ટેક્સાસમાં એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં 90 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યો હતો. આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે અને તેને 'સ્ટેચ્યૂ ઓફ યુનિયન' એટલે કે અભય હનુમાનના નામથી ઓળખવામાં આવે છે.

આ પ્રતિમા શ્રી અષ્ટલક્ષ્મી મંદિર, સુગર લેન્ડ, ટેક્સાસમાં સ્થાપિત કરવામાં આવી છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ પાછળના ચિંતક શ્રી ચિન્નજીયર સ્વામીજી છે.આ પ્રતિમા શ્રી રામને માતા સીતાની ભાળ મેળવવામાં અને રાવણ સામે વિજય માટે મદદ કરવામાં ભગવાન હનુમાનની મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવે છે.

આ ઘટનાએ ભારતીય સમુદાયમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો છે. પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહને હ્યુસ્ટનમાં એક ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

(6:52 PM IST)