News of Monday, 19th August 2024
CPM નેતા સીતારામ યેચુરીની અચાનક તબિયત લથડી : દિલ્હી AIIMSના ICUમાં દાખલ કરાયા
ફેફસાના ઈન્ફેક્શનને કારણે તેમની તબિયત બગડી દિલ્હીની AIIMS ઈમરજન્સીમાં લઈ જવાયા :તબિયતમાં સુધારો ન થતાં તેમને ICUમાં ખસેડાયા

નવી દિલ્હી : સીપીએમ નેતા સીતારામ યેચુરીની તબિયત અચાનક બગડી છે. તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ફેફસાના ઈન્ફેક્શનને કારણે તેમની તબિયત બગડી હતી. આ પછી તેમને દિલ્હીની AIIMS ઈમરજન્સીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેની હાલત સ્થિર છે અને તે ડોક્ટરોની દેખરેખમાં છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
