News of Monday, 19th August 2024
શું ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બન્ને પ્રેમમાં પડ્યા ?: ખુલ્લમખુલ્લા કરે છે રોમાન્સ : જુઓ વાયરલ વીડિયો
AI વીડિયોમાં કમલા હેરિસ અને ટ્રમ્પ રોમાન્સ કરતા જોવા મળે છે વીડિયોમાં ટ્રમ્પ અને કમલાનો એક પુત્ર પણ બતાવવામાં આવ્યો

This AI generated viral video online is pretty hilarious 🤣 pic.twitter.com/gc9Md9UdLD
— Dominic Lee 李梓敬 (@dominictsz) August 18, 2024
નવી દિલ્હી ; અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે, તે દરમિયાન યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો AI જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કરવામાં આવી રહ્યો છે
AIના આગમનથી વિશ્વમાં નવા ફેરફારો થયા છે. AI એ ઘણા કાર્યોને સરળ બનાવ્યા છે અને આજે દરેક ક્ષેત્રમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આજકાલ નેતાઓ ચૂંટણીમાં પ્રચાર માટે પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા સકારાત્મક ઉપયોગો સાથે, તેની નકારાત્મક અસરો પણ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે, તે દરમિયાન યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો AI જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો Xના માલિક એલોન મસ્કની AI ફર્મ XAI દ્વારા બનાવવામાં આવ્યો છે, જેનું ટૂલ Grok-2 હવે વિવાદનું કેન્દ્ર બની ગયું છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાસ્તવમાં, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એકબીજાના પ્રતિસ્પર્ધી છે, પરંતુ AI વીડિયોમાં બંનેને પ્રેમીઓના રૂપમાં બતાવવામાં આવ્યા છે.
AI વીડિયોમાં કમલા હેરિસ અને ટ્રમ્પ રોમાન્સ કરતા જોવા મળે છે. ક્યાંક તેઓ એકબીજાને કિસ કરી રહ્યા છે તો ક્યાંક બીચ પર એકબીજા સાથે સુંદર ક્ષણો વિતાવી રહ્યા છે. વીડિયોમાં ટ્રમ્પ અને કમલાનો એક પુત્ર પણ બતાવવામાં આવ્યો હતો, જેને બંને ખવડાવી રહ્યાં છે.
આ ક્લિપ પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, શું મારા સિવાય બીજા કોઈએ બાળકને ભારતીય જેવો બનાવવાનું વિચાર્યું છે? ક્લિપમાં ટ્રમ્પને હાથ પર નેલ પોલીશ સાથે બતાવવામાં આવ્યા હતા, જેના પર એક યુઝરે ટ્રમ્પને LGBTQ ગણાવ્યા હતા. આ સિવાય ઘણા યુઝર્સે એઆઈના દુરુપયોગ અને વ્યક્તિની પ્રાઈવસી પર ખતરો હોવાની ચિંતા વ્યક્ત કરી છે
એલોન મસ્ક તેના AI Grok-2 ને ખૂબ પ્રમોટ કરી રહ્યા છે. એક યુઝરે ગ્રોક-2માંથી એલોન મસ્કની AI ઇમેજ શેર કરી છે, જેમાં એલોન મસ્ક પોતાને PEDO ગણાવી રહ્યો છે. પીડોફાઈલ એવી વ્યક્તિ છે જે બાળકો પ્રત્યે લૈંગિક રીતે આકર્ષિત હોય છે.
આ સિવાય અલગ-અલગ યૂઝર્સ અલગ-અલગ પ્રકારના AI વીડિયો અને તસવીરો બનાવી રહ્યા છે. એક યુઝરે AI સાથે ડાયપર પહેરેલા જો બિડેનની તસવીર બનાવી અને શેર કરી હતી. આવા વીડિયો અને તસવીરો લોકોના જીવન પર AIના ઉપયોગની અસર અંગે સવાલો ઉભા કરી રહ્યા છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
