<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

પાંચ દિવસ વીતી ગયા, હજુ સુધી કોઈ અપડેટ નથી સીબીઆઈ તપાસ પર ટીએમસીએ ઉઠાવ્યા સવાલ

માત્ર એક જ આરોપીની ધરપકડ થઇ જેને કોલકાતા પોલીસે જ પકડ્યો હતો:સીબીઆઈએ છેલ્લા પાંચ દિવસમાં એક પણ શકમંદને પૂછપરછ માટે બોલાવ્યો નથી

 ટીએમસીએ કહ્યું કે આરજી કાર મેડિકલ કોલેજમાં પીડિતા સાથે બળાત્કાર અને હત્યાનો કેસ 14 ઓગસ્ટે સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પાંચ દિવસ વીતી ગયા અને હજુ સુધી સીબીઆઈ તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. આ કેસમાં માત્ર એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને કોલકાતા પોલીસે જ પકડ્યો હતો. સીબીઆઈએ છેલ્લા પાંચ દિવસમાં એક પણ શકમંદને પૂછપરછ માટે બોલાવ્યો નથી. આ સિવાય કેન્દ્રીય એજન્સીએ મીડિયા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અનેક અફવાઓનો સામનો કરવાનો પ્રયાસ પણ કર્યો નથી.

(10:25 PM IST)