News of Monday, 19th August 2024
ED અને અમદાવાદ સાયબર ક્રાઇમના દિલ્હી, બેંગલુરુ, લખનૌ, અને કોઈમ્બતુરમાં દરોડા
20 થી વધુ જગ્યાઓ પર દરોડા પડાયા :દરોડામાં રૂપિયા 2 કરોડ 30 લાખ જેટલી રકમ સિઝ કરાઈ

મુંબઈ : ક્રિકેટ મેચના પાકિસ્તાનથી ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અને અમદાવાદ સાયબર ક્રાઇમે સંયુક્ત રીતે રાષ્ટ્ર વ્યાપી દરોડા પાડ્યા છે. ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઈમે, દિલ્હી, બેંગલુરુ, લખનૌ, અને કોઈમ્બતુરમાં દરોડા પાડ્યા છે. મેજીક વિન એપ્લિકેશન સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને તેઓના ઠેકાણાઓ પર 20 થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં રૂપિયા 2 કરોડ 30 લાખ જેટલી રકમ સિઝ કરાઈ છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
