News of Tuesday, 20th August 2024
પ્રયાગરાજ મહાકુંભ માટે 900 સ્પેશિયલ ટ્રેન ચલાવાશે : 25 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટે તેવી સંભાવના
સરકાર દ્વારા મહાકુંભ માટે 2500 કરોડ રુપિયાનો ખર્ચ કરાયો :75 દિવસ ચાલનારા આ મહાકુંભમાં લગભગ 25થી કરોડથી વધારે ભક્તોના મુલાકાતની સંભાવના

નવી દિલ્હી : પાંચ વર્ષ બાદ જાન્યુઆરીમાં 2025માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ યોજાવો જઈ રહ્યો છે. લગભગ આ વર્ષે 25 કરોડથી વધારે શ્રદ્ધાળું આ વર્ષે આવે તેવી સંભાવના છે.
2019માં આયોજિત થનાર મહાકુંભ માટે 530 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. લગભગ 10 થી 15 ટકા લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 2025માં આયોજિત થનાર મહાકુંભ માટે 900 સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.
આ માટે પ્રયાગરાજ અને તેની આસપાસના રેલવે સ્ટેશનના ઈન્ફાસ્ટ્ર્ક્ચરને પણ મજબૂત કરાવવામાં આવી રહ્યો છે. અંડરપાસ અને બ્રિજના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.
સરકાર દ્વારા મહાકુંભ માટે 2500 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 75 દિવસ ચાલનારા આ મહાકુંભમાં લગભગ 25થી કરોડથી વધારે ભક્તોના મુલાકાતની સંભાવના છે. ઉપરાંત મૌની અમાસ પર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી સંભાવના છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
