News of Tuesday, 20th August 2024
AAP સાંસદ સંજય સિંહની ફરી ધરપકડના આદેશ : 23 વર્ષ જુના કેસમાં બિન જામીનલાયક વોરંટ ઇસ્યુ
યુપીના સુલ્તાનપુરની એક અદાલતે સંજય સિંહની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. 23 વર્ષ જૂના એક કેસમાં યુપીના સુલ્તાનપુરની એક અદાલતે સંજય સિંહની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે આ પહેલા AAP નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. વોરંટ ઈશ્યુ થયા બાદ પણ કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે હવે સંજયસિંહની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે પોલીસને AAP નેતા સંજય સિંહની ધરપકડ કરીને 28 ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. અને 13 ઓગસ્ટે કોર્ટે સંજય સિંહ, સપા નેતા અનુપ સાંડા અને અન્ય ચાર લોકો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જેના પર મંગળવારે સુનાવણી થવાની હતી, પરંતુ આરોપીઓ કોર્ટમાં હાજર થયા ન હતા. તેથી કોર્ટે તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
