<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th August 2024

અજમેરના બળાત્કાર-બ્લેકમેલિંગ કેસમાં કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

આશરે 100 છોકરીઓ પર બળાત્કાર કરીને તેમને બ્લેકમેલ કરવામા આવતી હતી.

રાજસ્થાનના અજમેરના ચર્ચાસ્પદ રેપ-બ્લેકમેલિંગ કેસમાં કોર્ટે 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બાકીના 6 આરોપી નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસ જે તે સમયે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. આશરે 100 છોકરીઓ પર બળાત્કાર કરીને તેમને બ્લેકમેલ કરવામા આવતી હતી.

(9:53 PM IST)